Abtak Media Google News

માત્ર નવરાત્રીમાં જ નહીં, સેવા કાર્યમાં પણ અગ્રેસર રહેતુ જૈનમ ગ્રુપ: નવરાત્રીમાં મળેલા રોકડ પ્રોત્સાહનમાં છ ગણી રકમ ઉમેરીને કચ્છની લાચાર ગાયો માટે ઘાસચારો ખરીદ્યો: એક પહેલથી અનુદાનની સરવાણી વહી, આગામી સમયમાં પણ સમયાંતરે ઘાસચારો આપવાનું ઘડાતુ આયોજન

Jaynam 01

રાજકોટની ભાગોળે ન્યારા નજીક કચ્છના માલધારીઓએ ૨૨૦૦થી વધુ ગાયો સાથે પડાવ નાખ્યો છે. હાલ કચ્છમાં અછતની સ્થિતિ હોવાથી આ માલધારીઓ ઘણી અપેક્ષાઓ સાથે રાજકોટના આશરે આવ્યા છે. ત્યારે જૈનમ ગ્રુપ આગામી રવિવારના રોજ આ ગાયોને ઘાસનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે. નવરાત્રીમાં મળેલા રોકડ પ્રોત્સાહનમાં છ ગણી રકમ ઉમેરીને કચ્છની લાચાર ગાયો માટે ઘાસચારો ખરીદીને જૈનમ ગ્રુપે માત્ર નવરાત્રીમાં જ નહીં પરંતુ સેવાકાર્યોમાં પણ અગ્રેસર હોવાનું સાબીત કર્યું છે.

ન્યારા નજીક કચ્છથી આવેલા હિજરતીઓએ ૨૨૦૦થી વધુ ગૌમાતા સાથે પડાવ નાખ્યો છે. કચ્છમાં વરસાદના અભાવે સંકટ ઘેરૂ બનતા માલધારીઓએ પોતાના પશુધન સાથે ત્યાંથી હિજરત કરી હતી. તેઓએ રાજકોટની ભાગોળે પડાવ નાખ્યો છે. અહીં પણ આ માલધારીઓની ગાયો ઘાસચારાના અભાવે કણસી રહી છે. જો કે, ઘણી સામાજીક સંસ્થાઓ તેમજ સેવાભાવી વ્યક્તિઓ પોતાના યથાશક્તિ મુજબ ઘાસચારો આપતા રહે છે પરંતુ ગાયોની સંખ્યા ખુબ વધુ હોવાથી આ ઘાસચારો પુરતો થતો નથી. આ સમયે રાજકોટના જૈનમ ગ્રુપે આ ગાયોને વ્હારે આવીને આગામી દિવસોમાં ૬ ટ્રક ઘાસચારાનું અનુદાન કરવાનું આયોજન કર્યું છે.

Vlcsnap 2018 11 05 13H43M14S182

નવરાત્રીના જાજરમાન આયોજન માટે પ્રખ્યાત જૈનમ ગ્રુપે નવરાત્રીમાં પ્રોત્સાહનરૂપે મળેલી રકમમાં છ ગણી બીજી રકમ ઉમેરીને માતબાર ફાળો એકત્ર કરીને છ ટ્રક ઘાસ ખરીદ્યુ છે. આગામી રવિવારના સવારે ૭ કલાકે જૈનમ ગ્રુપના સભ્યો આ ઘાસચારાનું વિતરણ કરશે. જૈનમ ગ્રુપે કચ્છની વ્હારે જઈને તેઓ માત્ર નવરાત્રીના આયોજનમાં જ નહીં પરંતુ સેવાકાર્યોમાં પણ અગ્રેસર હોવાનું સાબીત કરી બતાવ્યું છે.

જૈનમ ગ્રુપની એક પહેલથી ગાયોના ઘાસચારા માટે સભ્યોએ અનુદાનનો ધોધ વરસાવ્યો છે.

આગામી દિવસોમાં પણ અનુદાનની આ સરવાણી અવિરત ચાલુ રહે તેવો સુર સભ્યોએ વ્યકત કર્યો છે. ઉપરાંત સમયાંતરે કચ્છથી આવેલી આ ગાયોને ઘાસચારો આપતા રહેવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.