Abtak Media Google News

અનેક યુવાનોને સેવાના કામમાં સામેલ કરી જૈન વિઝન શ્રેસ્ઠ કાર્ય કર્યું છે : એડવોકેટ અનિલભાઈ દેસાઇ, કમલેશભાઈ શાહ

મિલનભાઈ કોઠારી દરેકના વિચારોને આવકારે છે : મોટા સંઘના મંત્રી હિતેશ બાટવિયા

જૈન વિઝન ચારેય ફિરકાઓને સાથે રાખવાનો અભિગમ સૌ માટે અનુકરણીય છે : વિપુલભાઈ દોશી

જૈન વિઝન જેવા સદ્કાર્યો કરવા અન્ય શહેરો પણ પ્રેરાયા છે  મનોજ ડેલિવાળા

સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સેવાકીય સદ્કાર્યોની હારમાળા સર્જી અનોખો ઇતિહાસ પ્રસ્થાપિત કર્યો છે ગત તા. ૦૭/૦૪/૨૦૧૮ના રોજ વિસાશ્રીમાળી જૈન વાડી ખાતે આવક-જાવકના હિસાબો રજૂ કરી પારદર્શકતાનો પરિચય કરાવ્યો.

કાર્યક્રમનો શુભારંભ નેમિનાથ-વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીએ સમૂહમાં સૌને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી વાતાવરણ દિવ્ય બનાવી દીધેલ. ઉપસ્થિત દરેકનું શબ્દોથી સ્વાગત સુનિલભાઈ કોઠારીએ કરેલ. ટિમ જૈન વિઝનના ઉત્સાહી કર્મઠ કાર્યકર ગિરીશભાઈ મહેતાએ અનોખા અંદાજમાં દુહા-ભક્તિગીતની પ્રસ્તુતિ કરી તેઓએ કહ્યું કે લ્યો… આ રહયા… જૈન વિઝનના લેખાં-જોખાં સંપૂર્ણ આવક-જાવકનો હિસાબ રજૂ કર્યો. ઉપસ્થિત દરેક લોકોએ હર્ષ-હર્ષના નાદથી વધાવી બહાલી આપેલ.

પુજીત રૂપાણી ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અમીનેશભાઈ રૂપાણીએ કહ્યું કે કચરો વીણતા સમાજના છેવાડાના બાળકોનું કેમ કલ્યાણ થાય તે માટે જૈન વિઝન ટીમે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ તે અભિનંદનીય છે. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઇ તથા જૈન એડવોકેટ ફોરમના રાસ્ટ્રીય સદસ્ય કમલેશભાઈ શાહે જણાવ્યુ કે અનેક યુવાવર્ગને સેવા અને ભક્તિસભર કાર્યક્રમમાં સામેલ કરી મિલનભાઈ કોઠારીએ શ્રેસ્ઠ કાર્ય કર્યું છે. સ્થાનકવાસી જૈન મોટા સંઘના મંત્રી હિતેશભાઇ બાટવિયાએ સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજવતી જણાવ્યુ કે મિલનભાઈ કોઠારી નાના-મોટા દરેક લોકોના વિચારોને આવકારે છે. વિમલનાથ દેરાસરના અગ્રણી વિપુલભાઈ દોશીએ કહ્યું કે જૈનોના ચારેય ફિરકાઓને સાથે રાખવાનો જૈન વિઝન સંસ્થાનો અભિગમ સૌ માટે અનુકરણીય છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલિવાળાએ જણાવ્યુ કે પ્રભુના જન્મ કલ્યાણક અવસરે સેવાના પરોપકારના સદ્કાર્યો કરવા અન્ય શહેરો પણ જૈન વિઝનનું અનુકરણ કરવા પ્રેરાયા છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

ટિમ જૈન વિઝનના સયોંજક મિલન કોઠારીએ પોતાના ઉદ્દબોધનમાં જુસ્સાભેર જણાવ્યુ કે જૈન વિઝનની મહાવીર જન્મ કલ્યાણકના માનવતાલક્ષી, સામાજીક, જીવદયા અને સાંસ્ક્રુતિક સફળતા આપ સૌના સહિયારા પુરુષાર્થને આભારી છે અને ખાસ નોંધનીય બાબત એ છે કે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને જૈન વિઝને પણ સમગ્ર યોજાયેલ કાર્યક્રમોનું ડિજિટલ રીતે ઠવફતિંઆા, ઋફભયબજ્ઞજ્ઞસ, ઈંક્ષતફિંલફિળ, અને ઊ-ખફશહ ના માધ્યમથી ૯૦% કાર્યક્રમોનું આમંત્રણ અપાયેલ. આગામી દિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મુલાકાત માટે દિલ્હી જવાના કાર્યક્રમનું પણ આયોજન થશે આગામી મે મહિનામાં ખાદી ને લોકો અપનાવે તે માટે ધાર્મિક, સામાજીક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનુ આયોજન વિચારણા હેઠળ છે.

આ અવસરે જૈન વિઝનની અલગ કમીટીના સદસ્યો ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, બ્રીજેશ મહેતા, જય કામદાર, હિતેષ મણિયાર, ધ્રુમિલ પારેખ, રાજીવ ઘેલાણી, રાજેશ મોદી, નીતીન મહેતા, પ્રગ્નેશ રૂપાણી, હેમાંગી મહેતા અને સમગ્ર ટીમ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરેલ.

કાર્યક્રમ મધ્યે આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં કુમારીકાઓ દ્વારા ભક્તિભાવે પ્રભુ પ્રત્યેના ભાવો રજૂ કરી ભક્તિસભર કાર્યક્રમને જીવંત બનાવેલ તે દરેક કુમારીઓનું બહુમાન મહાનુભાવોના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.

આભારવિધિ ધીરેનભાઈ ભરવાડાએ કરેલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજનનું પણ આયોજન રાખેલ અર્હમ ગ્રૂપના તુષારભાઈ મહેતાએ પોતાના વિચારો રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમનુ રસાળ શૈલીમાં સુંદર સંચાલન જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાડાએ કરેલ તેમ જૈન વીઝનની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.