Abtak Media Google News

જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે કાળધર્મ પામ્યા. આજે સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં સમાધિમરણ થયું. તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમને ત્રણ સપ્તાહ પહેલાં કમળો થયો હતો. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તેમને આરામ ન હતો થતો. અંતે તેમણે ગઈકાલથી સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે કાળધર્મ પામ્યા છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ આજે બપોરે 3 વાગ્યે દિલ્હી-મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ સુધી થશે.

દિલ્હી જૈન સમાજના કાર્યકર્તા રમેશ ચંદ્ર જૈને જણાવ્યું કે, તરુણ સાગર તેમના કડવા પ્રવચન માટે ખૂબ પ્રખ્યાત છે. તેથી તેમને ક્રાંતિકારી સંત પણ કહેવામાં આવે છે. તેમનું કડવા પ્રવચન નામનું એક પુસ્તક પણ ખૂબ પ્રખ્યાત છે. સમાજના વિવિધ વર્ગને એકજૂટ કરવામાં તેમણે ખૂબ પ્રયાસ કર્યો છે. મધ્ય પ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પણ તેમણે પ્રવચન આપ્યા છે. હરિયાણા વિધાનસભામાં તેમના પ્રવચનના કારણે ઘણો વિવાદ થયો હતો ત્યારપછી સંગીતકાર વિશાલ ડડલાનીની ટીપ્પણીનો પણ ઘણો વિવાદ થયો હતો. ત્યારે વિશાલે માફી પણ માંગવી પડી હતી. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002માં તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.