Abtak Media Google News

નવરાત્રી એક ઉપાસના, આરાધનાનો તહેવાર છે માં ની આરાધના માટે સૌથી મોટુ પર્વ એટલે નવરાત્રી નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમ્યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે નવરાત્રી એટલે આરાસુરી માં અંબાની ઉપાસનાનો તહેવાર.

નવ રાત્રીનો મહોત્સવ એટલે નવરાત્રી. દેશનો લાંબામાં લાંબા તહેવાર અને એક સાંસ્કૃતિક પર્વ તરીકે નવરાત્રી એ આપણી ગરવી ગુર્જર ભૂમિની એક આગવી ઓળખ સમાન છે.

આપણા ગુજરાતની અસ્મિતા તણા આ પર્વનું ગુજરાતની સાથે સાથે દેશ-વિદેશમાં પણ ખૂબ જ મહત્વ છે નવરાત્રીમાં આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિનું અનેરુ મહત્વ છે ત્યારે ધોરાજી માં પણ ઠેરઠેર નાની મોટી ગરબી ઓ અલગ અલગ વિસ્તારોમાં છે અમુક જગ્યાએ ભૂલકાં ગરબી નું આયોજન થાય છે ત્યારે ધોરાજી નાં ખરાવડ પ્લોટ ખાતે બજરંગ ગૃપ ખાડીયા આયોજીત જય ગેલી અંબે ભૂલકાં ગરબી નું આયોજન કરાયું હતું

જેમાં છેલ્લા સોળ વર્ષ થી અવિરત ભૂલકાં ગરબી નું આયોજન કરવામાં આવી રહયું છે કોઈ પણ નાત જાત ધર્મ નાં ભેદભાવ વગર અગીયાર સાથે થી પણ વધારે બે વર્ષ થી ઉપર અને દસ વર્ષ થી નીચેની બાળાઓ ગરબા રમી રહયાં છે વિવિધ રોશની થી ચોક અને ગરબી ને સજાવવામાં આવે છે અને આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે આજરોજ મુસ્લિમ સમાજ અગ્રણી ઓ અને પત્રકાર મિત્રો એ આ બજરંગ ગૃપ ખાડીયા આયોજીત જય ગેલી અંબે ભૂલકાં ગરબી ની મુલાકાત લીધી હતી અને  બાળાઓ ને લહાણી વિતરણ કરી હતી અને ધોરાજી ખાતે આ ભૂલકાં ગરબી આકર્ષણ નું કેન્દ્ર બની ગયું હતું આજુબાજુના વિસ્તારો માંથી આ ભૂલકાં ગરબી નિહાળવા માટે આવી રહયાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.