Abtak Media Google News

મુખ્ય મંત્રી ને પત્ર લખી કરાઈ રજૂઆત દરેક જીલ્લા માંથી જીજીઆરસી માં ૧ ખેડૂત ને સ્થાન આપો.

માણાવદર તાલુકા ના પાજોદ ગામ ના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડિયા મુખ્ય મંત્રી ને ગુજરાત ના ખેડૂતો ને સુક્ષ્મ પીયત પધ્ધતિ સહાય વિતરણ કરતી સંસ્થા જીજીઆરસી પોતાની રીતે નિર્ણય કરે છે.  અને તેનો ભોગ ખેડૂતો બને છે. જુનાગઢ જીલ્લા માં મગફળી ના પાક નં વધુ વાવેતર થાય છે  જેના કારણે ખેડૂતો ફુવારા સીસ્ટમ વધુ વસાવે તો જીજીઆરસી એ નિયમ બહાર પાડેલ કે જીજીઆરસી માન્ય ધરાવતી કપની ઓ એ (ટપક :ફુવારા ) ૭૫ :૨૫ રેશિયો રાખવો જીજીઆરસી ના આ નિયમ થી જુનાગઢ જીલ્લા મોટા ભાગની કપની ઓ એ ફુવારા નું વેચાણ બધ કરેલ છે.

જેના કારણે ખેડૂતો સરકાર ની સહાય નો ઉપયોગ કરી શકતા નથી. એ અગાઉ ફુવારા સીસ્ટમ વસાવેલ હોય તેને તેજ સર્વે નંબર માં ફરીથી ટપક લેવી હોય તો તેને ૭ વર્ષ સુધી ના મળે. ખેડૂત દવારા અગાઉ ફુવારા ની સહાય મળેલ હોય તે ખેડૂત વ્યાજ સાથે પરત આપે તો પણ નહી જીજીઆરસી ના અમુક જળ જેવા નિયમો ના કારણે  ખેડૂતો ટપક નો લાભ લીધા વગર વંચીત રહી જાય છે.

જીજીઆરસી ના  કારણે ખેડૂતો અને સરકાર વચે ઘણા બધા ખેડૂતો ના પ્રશ્ન ઉદભવે છે. જીજીઆરસી માં દરેક જીલ્લા માંથી ખેડૂત આગેવાન જેવા કે ટપક નું ટેકનીકલ નોલેજ હોય અને જીજીઆરસી મોડીયુંલ શું છે. તેવા લોકો ને દરેક જીલ્લા માંથી ૧ વ્યકતિ ને સ્થાન આપે અને કમીટી બનાવે જીજીઆરસી માં ખેડૂતો ના પ્રશ્ન નો રજુ કરી શકે માં અને જેથી કરી સરકાર અને જીજીઆરસી અને ખેડૂતો નું હિત જળવાય અને સરકાર ની સહાય સારી રીતે કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે. મુખ્ય મંત્રી સામે વિગત વાર પત્ર લખી રજૂઆત કરાઈ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.