Abtak Media Google News

વિઠ્ઠલેશનગરમાં આયોજન: કથાનું રસપાન વલ્લભ કુલરત્ન ગો.મધુસુદન લાલજી કરાવશે: ભાવિકો માટે મહાપ્રસાદ: વૈષ્ણવો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જગદગુરૂ પ્રભુચરણ ગુસાંઈજીના પ્રાગટય મહોત્સવ ઉપલક્ષ્યે ૨૫૨ વૈષ્ણવોની વાર્તાના અનુસંધાને ભગવદીય વાર્તાનું આયોજન વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા તા.૨૮/૧૨/૨૦૧૮ થી તા.૩૦/૧૨/૨૦૧૮ સુધી વિઠ્ઠલેશનગર, ધોળકિયા સ્કુલ પાછળ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે કરાયું છે. કથાનું રસપાન વૈષ્ણવાચાર્ય વલ્લભકુલરત્ન ગો.શ્રી.મધુસૂદનલાલજી કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ તેમજ પ્રભુના વિશેષ મનોરથ દરરોજ સાંજે ૭ થી ૮ અને રાત્રી કાર્યક્રમ રાત્રે ૯ થી ૧૦ દરમિયાન યોજાશે. કથા દરમિયાન ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

કથાના પ્રથમ દિવસે સ્વાગત સામૈયા, દિપ પ્રાગટય, વધાઈ કિર્તન, નંદ મહોત્સવ, પુષ્ટીનૃત્ય નાટીકા, બીજા દિવસે ગુલાબી બંગલામાં છાક મનોરથ, મહાપ્રસાદ, રાસોત્સવ અને અંતિમ દિવસે ગુસાંઈજીના ઉત્સવના ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કથા સ્થળેથી નિકળશે. તેમજ શહેરના રાજમાર્ગો પર ફરશે. રાત્રે ઢાઢી લીલા (પ.ભ.કમલેશભાઈ બાંગાવાળા વૃંદ દ્વારા) રજુ થશે.

કથાને સફળ બનાવવા કાર્યકર્તાઓ હર્ષદભાઈ નડીયાપરા, હેમંતભાઈ નડીયાપરા, ભાવેશભાઈ,  મેહુલ ભગત, કલ્પેશ વાગડીયા, ધર્મેશ પારેખ, રજનીભાઈ ઉનડકટ સહિતનાઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મહોત્સવનો લાભ લેવા આયોજક ગોકુળભાઈ નડીયાપરાએ જાહેર અનુરોધ કર્યો છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.