Abtak Media Google News

ચિ.રૂદ્ર ચિ.ભવ્ય તા.૨૨ને બુધવારના યજ્ઞોપવિત ધારણ કરશે

રાત્રીનાં યોજાનાર ડાયરા-સંતવાણી કાર્યક્રમનું ‘અબતક ચેનલ’ દ્વારા કરાશે જીવંત પ્રસારણ

મોટા લુણસરના આંગણે આગામી બુધવારના રોજ પાટડીના સંત શ્રી જગાબાપાનો ભવ્યાતીભવ્ય લોકડાયરો યોજાશે જેમાં નાનો ડેરો, જયમંત દવે, હકાભા ગઢવી સહિતના નામી અનામી કલાકારો સાહિત્ય રસ પીરસશે.

વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના અ.સો. ડિમ્પલબેન તથા ઉમેશભાઈ પ્રવિણરાય મહેતાના સુપુત્રો ચિ. રૂદ્ર તથા ચિ. ભવ્યનો યજ્ઞોપવિત ધારણ કરવા તેમજ કાશીયાત્રાએ બુધવાર તા.૨૨ના શુભ ચોઘડીયે યોજાનાર શુભ પ્રસંગ બટુકોને આર્શિવાદ આપવા સૌને પરિવારે અનુરોધ કરેલ છે.

તા.૨૧ મંગળવારે સવારે ૭ વાગ્યે ગાયત્રી યજ્ઞ, બપોરે ૪ વાગ્યે મંડપા રોપણ, પાંચ વાગ્યે સાંજીના ગીત, ૬ વાગ્યેરૂડા મામેરા, રાત્રે ૮ વાગ્યે બળવો-ફુલેકુ અને તા.૨૨ને બુધવારના સવારે ૭.૩૦ કલાકે ગૃહશાંતિ, બપોરે ૧૨ વાગ્યે ભોજન સમારંભ, બપોરે ૨ વાગ્યે કાશીયાત્રા, સાંજે ૬.૩૦ કલાકે સંતોના સામૈયા અને રાત્રીનાં ૯.૩૦ કલાકે ડાયરો, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે.

પ્રવિણભાઈ મહેતાના આંગણે શુભ જનોઈના કાર્યક્રમમાં રાત્રીનાં યોજાનાર ડાયરો સંતવાણી કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

યજ્ઞોપવિતના શુભ પ્રસંગે બટુકોને આર્શિવાદ આપવા પરિવારે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.