Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિરેંક દ્વારા રાષ્ટ્રીય રેકીંગમાં જીટીયુને દેશની ટોચની ૨૦ યુનિવર્સિટીઓમાં સ્થાન, આઈ.એસ.ટી.ઈ. દ્વારા જીટીયુને બેસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો રાષ્ટ્રીય એવોર્ડ, વાઈબ્રન્ટ સમિટના ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળમાં જીટીયુના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠનો સમાવેશ જેવી અનેક જવલંત સિદ્ધિઓ બાદ ૧૭ રાજયોની ૬૫૦ શૈક્ષણિક સંસ્થાઓમાંથી આઈ.ડી.એ. એજયુકેશન એવોર્ડ-૨૦૧૮ પ્રાપ્ત કરી જીટીયુ અને વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠની સિદ્ધિઓ આસમાનને આબી છે.

ઈન્ડિયા ડાયડેકટીકસ એસોસિએશન તેમજ કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય તથા માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને નીતિ આયોગ તેમજ ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન અને દિલ્હીના શિક્ષણ મંત્રાલયના સંયુકત ઉપક્રમે એક પરીષદ યોજવામાં આવી હતી. જેમાં ભાવિ વિશ્ર્વમાં શિક્ષણ પઘ્ધતિ વિશે નિષ્ણાંતોએ ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ અને કૌશલ્યના સમન્વય વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પરીષદમાં જીટીયુને ૧૫ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં મોરેશિયસના શિક્ષણમંત્રી લીલા લુયુમુન તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષભાઈ સિસોદિયાના હસ્તે આ એવોર્ડ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.નવીનભાઈ શેઠને એનાયત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ બાબતે પ્રતિક્રિયા વ્યકત કરતા ડો.નવીનભાઈ શેઠે જણાવેલ કે જ્ઞાતિઓને પરંપરાગત શિક્ષણની સાથોસાથ તેઓના જીવનમાં ઉપયોગી બને એવી બાબતોને આવરી લેવા માટે આપવામાં આવે છે. એન.એસ.એસ. વિશ્ર્વકર્મા યોજના અને ગ્રામ વિકાસની વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જીટીયુ અને ૪૮૦ કોલેજોના પ્રાધ્યાપકો તેમજ સ્ટાફની આ કામગીરી સામાજીક અસર ઉભી કરી શકયા તેની કદરરૂપે આ એવોર્ડ મળ્યો છે. જીટીયુને આ એવોર્ડ મળતાં જીટીયુ સંલગ્ન કોલેજો, કોલેજ સંચાલકો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ તથા વિદ્યાથીગણમાં આનંદ અને ગર્વની લાગણી સાથે કંઈક નકકર કાર્ય કર્યાનો સંતોષ ઝળહળી રહ્યો છે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.નવીનભાઈ શેઠ પર મો.૭૦૬૯૦ ૭૭૮૮૮ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.