Abtak Media Google News

જામનગર તા.૧૮ જુલાઈ, આઈ.ટી.આઈ. જામનગર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસશીપમાં ખાનગી એકમોમાં જોડાવવા માટે આઈ.ટી.આઈ. પાસ કરેલ ઈલેક્ટ્રીશીયન, વેલ્ડર, મિકેનિક ડીઝલ, કોપા, ઈન્સ્ટ્રુમેન્ટસ મિકેનિક, મશિનીષ્ટ, ટર્નર, સી.એન.સી. અને ફિટર ટ્રેડના પાસ થયેલા તાલીમાર્થીઓ માટે તા.૨૦/૦૭/૨૦૧૯ શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભરતી મેળો આઈ.ટી.આઈ. જામનગર (એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, સુમેર કલબ રોડ)ખાતે રાખેલ છે. આઈ.ટી.આઈ. પાસ માત્ર ઉપરોક્ત ટ્રેડના એપ્રેન્ટીવાન્છુઓને જણાવેલ તારીખ અને સમય પર હાજર રહેવા જણાવવમાં આવે છે.

આ એપ્રેન્ટિસ ભરતી મેળામાં આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉપરોક્ત ટ્રેડના તાલીમાર્થીઓ માટે એપ્રેન્ટિસમાં જોડાવવા માટેની ઉત્તમ તક છે. આ ભરતી મેળામાં ધોરણ-૧૦ પાસ, ઉપરોક્ત ટેકનીકલ ક્ષેત્રે તાલીમબધ્ધ થઈ કારકિર્દી ઘડવા માંગતા હોય તે પણ અવશ્ય ભાગ લઈ શકશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.