Abtak Media Google News

લગ્ન કે સગાઇના સમયે સગા સંબંધિઓ અનેક ચીજવસ્તુઓ ભેટ સોગાદ અને આર્શિવાદના સ્વ‚પમાં આપે છે એમાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ઘર પરિવાર માટે ખૂબ ઉ૫યોગી નિવડે છે પરંતુ એક એવી સગાઇનો પ્રસંગ બન્યો જે માત્ર પરિવાર માટે જ નહિં પરંતુ આખા ગામ માટે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને વિકાસનો પ્રસંગ બની ગયો.

ઘટના અનુસાર જોઇએ તો પર્યાવરણમાં પ્રસરી રહેલાં પ્રદુષણને જો દૂર કરવું હોય તો તેનો સૌથી અસકાર ઉપાય એટલુ વૃક્ષારોપણ અને એટલે જ હિસાર જીલ્લાના સતપાલ ભ્યાણ, જોગેન્દ્ર અને રાણી જેના માટે ઉદાહરણ સ્વરુપ બની ગયા છે જેમાં જોગેન્દ્રની સગાઇનાં પ્રસંગે ક્ધયા પક્ષ તરફથી શકનનો એક રુપિયો અને એક હજાર ફળદાયી વૃક્ષોનાં છોડ આપવામાં આવ્યા હતા જેને વર પક્ષના તમામ સભ્યો હરખથી બીરદાવ્યો હતો. જ્યારે ભાત દેવાની શગુનનાં રીવાજમાં પાંચ સિવાઇ મશીન આપવામાં આવ્યા જેને એક સંસ્થામાં મુકવામાં આવશે જેનાથી ગામની દિકરી, વહુઓ, કામ-શીખી પગભર થઇ શકશે. અહીં ખાસ વાત એ કે જેની સગાઇ થઇએ જોગેન્દ્ર પોતે એક એન્જીનીંયર છે અને એક શિક્ષણ સ્થાનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. જો આ રીતે લગ્ન સગાઇને એક આદર્શ બનાવવામાં આવે તો દેશની પ્રગતિને કોઇ રોકી શકશે નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.