Abtak Media Google News

બંધારણ દિવસની ઉજવણીમાં ગાંધીનગરથી સહભાગી થતા મુખ્યમંત્રી રૂપાણી તેમજ મંત્રી મંડળના મંત્રીઓ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકતંત્રમાં સંવિધાન-બંધારણને સર્વોપરિ ગણાવતાં તેની રક્ષા આપણું કર્તવ્ય છે તેવો સ્પષ્ટમત વ્યકત કર્યો છે. બંધારણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મંડળના મંત્રીઓ-વરીષ્ઠ સચિવો ગાંધીનગરથી સહભાગી થયા હતા.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણા બંધારણના ઉદેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહિ પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી તા.ર૬ નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત આજે તા.ર૬ નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મંત્રી-મુખ્યમંત્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓને બંધારણના આમુખનું નવી દિલ્હીથી વિડીયો લીન્ક દ્વારા સમૂહ પઠન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા.

Bandharan Divas Sapath Hon Cm 5

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ દરમ્યાન બંધારણનું આગવું મહત્વ પ્રસ્થાપિત કરતાં હાથીની અંબાડી પર બંધારણ યાત્રા કાઢીને બંધારણની સર્વોપરિતા અને મહત્વ વિશે જનજાગૃતિ ઊજાગર કરી છે. તેમણે પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળતા દેશમાં તા.ર૬મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી કરી તે અન્વયે આ બંધારણ દિવસ ઉજવાયો છે.

Bandharan Divas Sapath Hon Cm 6

મુખ્યમંત્રીએ કહ્યું કે, કેવડીયામાં ચાલી રહેલી સ્પીકર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા દેશના રાજ્યોની વિધાનસભાઓના અધ્યક્ષો પણ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સૌ કોઇ દેશના બંધારણને વફાદાર રહીએ, દરેકને અધિકારો મળે સમાનતા, સ્વતંત્રતા મળે તે હેતુસર આ સામુહિક શપથ લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.