Abtak Media Google News

જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના ધો.૭ના વિદ્યાર્થી ધ્રુમિલ સીલીકોન વેલી ખાતે આંતરરાષ્ટ્રીય વિલપર કોન્ફરન્સમાં ભાગ લેશે

જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો ૧૩ વર્ષનો ગ્રેડ ૭ રેગ્યુલર સેકશનનો વિદ્યાર્થી ધ્રુમિલ ધનેશા ૨૦૧૭માં શરૂ કરેલ ટેકનોલોજી કંપનીનો ફાઉન્ડર અને સીઈઓ છે. તેણે પોતાની ધ્રુમિલ ધનેશા ટેકનોલોજીસના નામથી રજીસ્ટર્ડ કંપની સ્થાપી છે. જેના માટે ટ્રેડમાર્ક લેવાયેલ છે અને તે પોતાના ઘરેથી જ આ કંપની ચલાવે છે. તે મોબાઈલ એપ્લીકેશન્સ અને વેબસાઈટ બનાવે છે. તેની સાથે તેના વર્ચયુઅલ એમ્પ્લોઈઝ (કે જેઓ ઓનલાઈન તેના માટે કામ કરે છે) કે જેઓ અલગ-અલગ પ્રોજેકટસ પર યુ.કે., યુ.એસ.એ. પાકિસ્તાન, ચેન્નાઈ અને રાજકોટ જેવા મોટા શહેરો અને વિદેશની તેની સાથે જોડાયેલા છે. તેઓ ઓનલાઈન તેમનું ગ્રાફીક ડિઝાઈન, વેબ ડિઝાઈન, એપ ડિઝાઈન જેવા કામો કરે છે અને તેમને ધ્રુમિલની કંપની ઓનલાઈન નાણા ચુકવી આપે છે.

આ અંગે અબતકને વધુ વિગત આપતા જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, ધ્રુમિલ બે વર્ષથી તેમની સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે અત્યારે એઆઈ એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને વેબ-ઈન્ટર કોમ પર કામ કરી રહ્યો છે. આટલી નાની ઉંમરમાં તેની ઉપલબ્ધીઓ કાબીલે દાદ છે. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એ આજના યુગની ખુબ પ્રચલિત ટેકનોલોજી છે અને તેના માટે ઘણી ગેરમાન્યતાઓ છે અને તે માનવીને રીપ્લેસ કરશે તેવા ભવિષ્ય પણ ભાખવામાં આવે છે. આ અંગે ધ્રુમિલ કહે છે કે એઆઈ ટેકનોલોજી માનવીને તેના દરેક કામમાં મદદરૂપ થવા માટે વિકસાવી છે તે માણસને રીપ્લેસ કરવા માટે નથી.

Dsc 1834તેને મેન્ટર તરીકે ગ્લોકલના શ્રી જતીન કટારીયા કે જેઓ પોતે પણ એન્ટ્રોપ્રીન્યોર છે અને સ્ટાર્ટઅપ વિકેન ટેક્ષાસના ફેસીલીટેટર છે અને શ્રી દિપ મોટેરીયા કે જેઓ રાજકોટની એલુમની સોફટવેર ડેવલપમેન્ટ કંપનીના સહ-સ્થાપક છે અને તેમનો બિઝનેસ ૧૮૦ દેશોમાં પ્રસરેલો છે. તેમણે ટેકનીકલ ગાઈડન્સ આપી ધ્રુમિલને ઘણા મદદ‚પ થયા છે. આગામી મેં માસમાં તે અમેરીકાના સિલીકોન વેલી ખાતે યોજાનાર ગુગલ આઈઓએ ૨૦૧૮, આંતરરાષ્ટ્રીય ડેવલર કોન્ફરન્સમાં ભાગ લેવા જવાનો છે. ધ્રુમિલે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ‘હાઉન્ડ’ નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. જેને કમાન્ડ આપવાથી તે આદેશનું પાલન કરે છે અને તમારી કવેરીના જવાબ આપે છે.

ધ્રુમિલને નેશનલ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માન કરાયું હતું. જીનિયસ ટ્રેડ મેનીફેસ્ટો કાર્યક્રમ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બી.એન.પાની દ્વારા તેનું બહુમાન કરાયું હતું. તેમજ ઈ-ચાઈલ્ડ વેન્ચરના જતીન ચૌધરી દ્વારા પણ તેનું સન્માન કરાયેલ છે. ધ્રુમિલની સફળતા પાછળ તેના પિતા ભરતભાઈ ધનેશા, માતા શ્રીમતી રાધીકાબેન તેમજ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઈઓ ડીમ્પલબેન મહેતા, સેકશન હેડ શ્રીકાંત તન્ના તેના બિઝનેસ પાર્ટનર ક્રિષ્ના બાબાની તેમજ તેના મિત્રો અને શિક્ષકોનો સિંહ ફાળો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.