Abtak Media Google News

રૂ. ૫૦૦-૧૦૦૦ની પરત આવેલી ૧૫ લાખ કરોડની નોટોનું ઠીંકરું  કોના પર ફોડવું તે માટે સરકારની કવાયત

નોટબંધી જાણે લોકો ઉપર કાળો કહેર વરસાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેનું એકમાત્ર કારણ એ હતું કે, ભારત દેશમાં ફરતું કાળુનાણુને પકડી શકાય અને જે ગેરરીતિ આચરવામાં આવતી હતી તેને પણ ડામી શકાય પરંતુ સરકાર દ્વારા જે કાળાનાણાને રોકવા માટે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો તે જાણે નિષ્ફળ નિવડયો હોય તેમ લાગ્યો હતો. આવનારી લોકસભાની ચુંટણીમાં વિપક્ષી લોકો સરકાર ઉપર નોટબંધીને લઈ પ્રશ્ન ઉઠાવે કે વિરોધ ઉઠાવે તે પહેલા જે ૫૦૦-૧૦૦૦ની ૧૫ લાખ કરોડની નોટો નોટબંધી વખતે જે સરકાર પાસે આવી હતી તેનું ઢીકરું કોના પર ફોડવું તે વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

હાલ આયકર વિભાગ દ્વારા નોટબંધી સમયે વ્યવહારો કરનાર અને રીટર્ન ન ભરનાર લોકોને ૨૧ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન તેઓએ રીટર્ન ન ભરવાનું કારણ જણાવવાનું રહેશે. કહેવાય છે કે ૧૫ લાખ કરોડ આસપાસની નોટો દેશભરમાં ફરતી હતી ત્યારે મોદી સરકાર દ્વારા નોટબંધીને લઈ કાળાનાણાને જપ્ત કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી પરંતુ કયાંક સરકારની ગણતરી ઉંધી પડતા વિપક્ષો કેન્દ્ર સરકારની નાકામી ઉપર અનેકવિધ પ્રશ્ર્નો ઉઠાવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ નિષ્ફળતાનું ઢીકરું જે-તે સમયે આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલ ઉપર ફોડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચુંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વિપક્ષો નોટબંધી વખતે એકત્રિત થયેલા નોટોને લઈ કઈ પરીયોજના બહાર પાડે છે તે જોવાનું રહ્યું ત્યારે આવક વેરા વિભાગ દ્વારા કરદાતાઓને ૨૧ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જેમાં તેઓએ રીટર્ન ન ભરવાનું કારણ દર્શાવવું પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ એટલે સીબીડીટી દ્વારા સર્વે કરવામાં આવતા અનેકવિધ નોન ફાઈલરોને નોટીસ બજાવવામાં આવી હતી કે જેઓએ ખુબ જ મોટા અમાઉન્ટના ટ્રાન્ઝેકશન કર્યા હોય અને અસેસમેન્ટ યર ૨૦૧૮-૧૯માં તેમના રીટર્ન ફાઈલ ન કર્યા હોય તે તમામને નોટિસો બજાવવામાં આવી હતી પરંતુ સીબીડીટી દ્વારા આંકડાકિય માહિતી બહાર પાડવામાં આવી નથી. જેમાંથી ખબર પડે કે નોન ફાઈલરોની સંખ્યા કેટલી છે. સાથોસાથ આવક વેરા વિભાગ પોતાના ડેટા બેઈઝમાંથી પણ માહિતી એકત્રિત કરી રહ્યા છે કે નોન ફાઈલરોની સંખ્યા કેટલા પ્રમાણમાં રહેલી છે. આવકવેરા વિભાગના ડેટા બેઈઝની વાત કરવામાં આવે તો સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્સીયલ ટ્રાન્ઝેકશન, ટેકસ ડીરકશન સોર્સ, ટેકસ કલેકશન સોર્સીંસ તથા ઈમ્પોર્ટ, એકસપોર્ટ કરવામાં આવતી તમામ માહિતી પરથી નોન ફાઈલરોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.