આઈએસઆઈએસ યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં આતંકી હુમલાની ફીરાકમાં

99

સમગ્ર વિશ્વના સભ્ય સમાજને જધન્ય આતંક અને હિંસાથી વારંવાર આંચકા આપતા ધ ઈસ્લામીક સ્ટેટ આતંકવાદી સંગઠન ચાર વર્ષ પહેલા પેરિસમાં થયેલા નરસંહાર જેવા વધુ હુમલાઓ સમગ્ર યુરોપમાં કરવાની તૈયારી કરવાનો બ્રિટીશના અખબારોએ ઘટસ્ફોટ કર્યો છે.

પેરિસના સેટડેનિશ નામના શહેરનાં પૂર્વ વિભાગમાં નવેમ્બર ૨૦૧૫માં આઈએસઆઈએસના ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ સ્ટેડિયમ બહાર ફૂટબોલ મેચ દરમિયાન આત્માઘાતી હુમલો અને અંધાધૂંધ ગોળીબાર કરી કુલ ૧૩૦ થી વધુ લોકોની બેટેસીયન સાંસ્કૃતિક ભવનમાં હત્યા નિપજાવી હતી.

સન્ડે ટાઈમ્સના અહેવાલમાં આતંકીઓ યુરોપ અને મધ્ય પૂર્વમાં આઈએસઆઈએસનાં પ્રભાવી વિસ્તારોમાં નવેમ્બર ૨૦૧૫ના પેરિસ હુમલા જેવા આત્મઘાતી હુમલાઓ કરવાન કાવત‚ ઘડી રહ્યા હોવાના દસ્તાવેજી પૂરાવાઓ પ્રસિધ્ધ કર્યા હતા. આ પુરાવાઓ ગયા વર્ષે આઈએસઆઈએસનાં આતંકી પાસેથી સીરીયામાં એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદી કેમ્પના ખાતમાં દરમિયાન સુરક્ષાદળના હાથમાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં પતન પામેલા ખિલા‚તનાં આકાઓ દ્વારા સીરીયામાં થઈ રહેલા માનવસંહાર અને આઈએસઆઈએસનાં આંતરરાષ્ટ્રીય નેટવર્કની સાથે સાથે જેહાદ માટે કોમ્પ્યુટર હેકીંગ, વાહનોને સાધનસહાય બેંક લૂટરો, અને જેહાદી પ્રવૃત્તિઓ માટે નાણાંકીય વ્યવસ્થા કેવી રીતે ઉભી કરવામાં આવે તેની બ્લુ પ્રીન્ટ ઉભી કરવામાં આવી હતી.

આઈએસઆઈએસનાં આતંકી આકા અબુબકર અલ બગદાદીએ લખેલા એક પત્રમાં ખિલાફત જેહાદી ચળવળને બે વિભાગમાં ૧. આંતરીક અને ૨. સરહદીય વિસ્તારોમાં કેવી રીતે હુમલાઓ કરવા તેની આદેશાત્મક વિગતો આપવામાં આવી હતી આ પત્ર અનુસાર આ જેહાદી હુમલાઓનું સંચાલન અબુ બબાલ અલ મુહાજીદ નામનો આતંકી સંભાળનાર હોવાનું જણાવ્યું છે.

મળેલા પુરાવાઓ મુજબ જોઈએ તો ત્રણ અલગ અલગ ગ્રુપમાં રશિયા અને જર્મની અને જુથ ઉત્તરપૂર્વ સિરિયામાં સ્વાયત રીતે જેહાદી પ્રવૃત્તિઓ પાર પાડશે અને તેમનું મુખ્ય લક્ષ ખલીફાની સેના જેવા આઈએસઆઈએસ માટે નાણાની જોગવાઈ કરવાનો રાખવામાં આવ્યો છે. આતંકીઓ નાણાં ઉભા કરવા માટે બેંક હેકીંગ બેંક લુંટ, અને નાણાંકીય સંસ્થાઓની રૂપીયાની હેરાફેરી પર ત્રાપ મારીને ઉભા કરનારા નાણા આઈએસઆઈએસને મોકલી દેવા જણાવ્યું હતુ.

આ એકમો વાહનો અને સંશોધન્ય ઉપલબ્ધીઓ ઉભી કરવા માટે પણ સક્રિય હોવાનું જણાવાયું છે. અને તમામ કાવતરાઓ ખૂબજ સાવચેતી પુર્વક પાર પાડવાની તાકીદે આતંકીઓ આયોજન કરતા હોવાનું જાણવા મળ્યું છે. ૨૦૧૫માં પેરિસ હુમલો અને ૨૦૧૭માં મેન હટનના હુમલામાં આતંકીઓએ ટ્રકને હથીયાર બનાવીને આઠ લોકોની હત્યા નિપજાવ્યાની ઘટના આઈએસઆઈએસની ઘટનાનું દુષ પરિણામ ગણાવ્યું છે.

Loading...