આવા પણ ચણિયાચોળી હોય…? આ છે 2019 ની નવરાત્રીનો ટ્રેન્ડ

29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થવા જાઈ રહી છે. નવરાત્રિ ને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે ખૈલયાઓના પગ થનગની ઉઠ્યા છે. પૂરા જોરોશોરોથી તયારી થઈ રહી છે. અત્યારે આખા ગુજરાતમાં વરસાદી માહોલ છે તેથી આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન છે પરંતુ ખૈલયાઓતો હવે અટકાવના નથી.

ખૈલયાઓતો આ વખતે વરસાદથી બચવા રેઈનકોટ વાળા ચણીયાચોળી પહેરવાના છે જી હા તમે બારાબરજ વાંચ્યું છે “રેઈનકોટ વાળા ચણિયાચોળી”. આ વખતે માર્કેટમાં નવરાત્રિ માટે રેઈનકોટ વાળા ચણિયાચોળી ટ્રેનડીગમા છે. આ ચણિયાચોળી જોઈને તમને જરા પણ એવું નહીં લાગે કે તે રેઈનકોટના બનેલા છે. છોકરાઓ માટે પણ ધોતી ઉપર કેડિયું ની જગ્યાએ રેઈનકોટ અને ધોતી પહેરવાનું આ નવરાત્રિમાં ટ્રેનડીગમા છે. આ રેઈનકોટ ચણિયાચોળીમાં ટ્રાન્સપરંટ ચણિયાચોળી પણ છે કે જેથી વરસાદમાં તમારાચણિયાચોળી ખરાબ ના થાય. રેઈનકોટ ચણિયાચોળીમાં ઘણી વિવિધ બોર્ડર તથા પેટન આવેલેબલ છે. આ ચણિયાચોળી નાઈલોન ના કપડાંમાથી બનાવવામાં આવ્યા છે જેથી વરસાદનું પાણી જરાપણ તેમાં જશે નહીં.

આ સિવાય બેલી સ્લીવ વાળા ચણિયાચોળી, સ્લીવ્લેસ વેસ્ટ બેલ્ટ સાથેના ચણિયાચોળી અત્યારે ટ્રેનડીગમા છે.

તે સિવાય નવરાત્રીમાં છોકરીઓ માટે ધોતી કેડિયુંનો કોન્સેપ્ટ પણ ટ્રેનડીગમા છે તમે નવરાત્રીમાં છોકરવને તો ધોતી કેડિયું પહેરતા જોયુજ હસે પણ આજકાલ છોકરી માટે પણ ધોતી કેડિયું પહેરવાનો ક્રેઝ વધ્યો છે.

Loading...