શું રા.લો. સંઘવાળી માર્કેટયાર્ડમાં થવાની પૂર્વ ભૂમિકા???

સહકારી ક્ષેત્રના ખેરખા એવા જયેશ રાદડીયા અને ધારાસભ્ય ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત બનાવવા તરફ આગેકુચ કરતા અરવિંદભાઈ રૈયાણી વચ્ચે આજે રા.લો. સંઘની બેઠક દરમિયાન જાહેરમાં રોડ ઉપર ગહન ચર્ચા થઈ હતી. જે તસ્વીર એવો પ્રશ્ર્ન કરે છે કે, શું રા.લો.સંઘ વાળી માર્કેટ યાર્ડમાં થવાની પૂર્વ ભૂમિકા બંધાઈ રહી છે ? આરડીસી બેંકનું પરિણામ આવ્યું ત્યારે ‘અબતક’એ અહેવાલ લખ્યો હતો કે, રા.લો.સંઘમાં નવી વ્યક્તિનો પ્રવેશ થશે. આ અહેવાલ અક્ષરસ: સાચો ર્ઠ્યો છે અને આજે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની તાજપોશી થઈ છે. જે રીતે સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ઉદય કે પગપેસારો થયો છે તે હાલ સહકારી ક્ષેત્રમાં હડકંપ મચાવી રહ્યો છે. વધુમાં જયેશ રાદડીયા આરડીસી બેંકના ચેરમેન બન્યા પછી રાજકોટ ડેરીમાં અને રા.લો. સંઘમાં ફેરફાર થયા છે ત્યારે હવે શું માર્કેટ યાર્ડમાં જુથવાદ ખત્મ થઈ એકજુટ થઈ ફેરફાર કરાશે કે ખાંડા ખખડાવ્યા ફરી બધા નેતાઓને ઉપરી આદેશ મુજબ ન છુટકે એકજૂટ થઈ પરિવર્તનને સ્વીકારવું પડશે ? આનો જવાબ આવતા દિવસોમાં યાર્ડની ચૂંટણી સમયે જ ખબર પડશે.

Loading...