Abtak Media Google News

મનૌવૈજ્ઞાનિક રીતે માઇન્ડવોશ કરી ધર્મ પરિવર્તન કરાવવાની સ્થાનિક લેવલે અનેક ઘટના

કેરળના કથિત લવ જેહાદ કેસની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે માઇન્ડવોશ કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આવી ઘટનાને માનસિક અપહરણ ગણવામાં આવી રહી છે. શું તેને લવ જેહાદ કહી શકાય તેવો સવાલ થઇ રહ્યો છે.

કેરળની ૨૪ વર્ષની હોમિયોપેથીક ડોકટર અખિલા ઉફે૪ હદિયાએ પરિવાર વિ‚ધ્ધ જઇ સફી જહા નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નને યુવતીના પિતાએ હાઇકોર્ટમાં પડકારવામાં આવતા હાઇકોર્ટ દ્વારા લગ્નને રદ કરતો હુકમ કર્યો હતો.

સફી જહાએ હાઇકોર્ટના હુકમને સુપ્રિમ પડકારવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તન કરીને કરેલા લગ્નને કોઇ કોર્ટ કેવી રીતે રોકી શકે, શું અપરાધી સાથે લગ્ન કરતા કે પ્રેમ કરતા રોકી શકાય તેવો કોઇ કાયદો છે.

હિન્દુ યુવતીઓને મનૌવૈજ્ઞાનિક રીતે માઇન્ડ વોશ કરી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા તૈયાર કરી વિધર્મ લગ્ન માટે માનસિક રીતે તૈયાર કરવા માટે એક સંગઠન કાર્યરત છે તેની મદદથી લવ જહેદાને પુરક મદદ મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. લવ જહેદાની ઘટના સ્થાનિક રીતે ઘણી વકરી છે આમ છતાં કાયદાની મર્યાદા અને પુરતી મદદના અભાવે માનસિક અપહરણની ઘટના દબાતી હોવાનું પણ બહાર આવ્યું છે.

સગીર યુવતીઓ પોતાના સારા નરસાનો વિચાર કરતા અટકી જાય તે હદે માનસિક રીતે ટોર્ચર કરી પરિવાર અને સમાજ વિરૂધ્ધ કરવાનું ષડયંત્ર સામે જરૂરી કાયદાની મદદથી અટકાવવા જરૂરી બન્યા છે. ત્યારે અખિલા ઉર્ફે હદિયાની સુપ્રિમ કોર્ટમાં પહોચેલી ઘટના આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.