સ્થળાંતરીત લોકોની હિજરતે રાજયોની સરહદો સીલ કરવી તાતી જરૂરી ?

74

પોતાના વતન તરફ હિજરત કરતા સ્થળાંતરીતોને હવે ૧૪ દિવસ સરકારી કવોરેન્ટાઈન સેન્ટરમાં રાખવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું છે. કોરોના વાયરસની હાલમા કોઈ દવા શોધાઈ ન હોય તેને ફેલાતો અટકાવવા સોશ્યલ ડીર્સ્ટન એક્માત્ર ઉપાય છે જેથી જ કેન્દ્ર સરકાર દ્વાર લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી સહિતના તમામ ધંધા-વ્યવસાયોને બંધ રખાવીને લોકોને ઘણમાં રહેવાની તાકીદ કરાય છે. જેને લઈને દેશભરમાં ધંધા વ્યવસાયો બંધ થઈ જતા દેશની કુલ વસ્તીના ૨૫ ટકા સ્થળાંતરીત લોકોએ પોતાના વસવાટના સ્થાનેથી પોતાના વતન તરફ હિજરત કરવાની શરૂઆત કરી છે. સમૂહમાં થતી આ હિજરતના કારણે કોરોના વાઈરસ ફેલાવવાની સંભાવનાઓ વધી જવા પામી હોય ચોંકી ઉઠેલા કેન્દ્ર સરકારે તમામ રાજયોને તેમની સરહદો સીલ કરવા તાકીદ કરી છે.

લોકડાઉન વચ્ચે દેશભરનાં અનેક સ્થાનો પરથી મોટી સંખ્યામાં સ્થળાંતરીતો પોતાના વતન તરફ જવા હિજરત કરી રહ્યા છે. હાલમાં માર્ગ અને રેલવે પરિવહન બંધ હોવા છતાં આવા સ્થળાંતરીતો પગપાળા પોતાના વતન તરફ જવા નીકળી પડતા સ્થિતિ વધારે ગંભીર બની છે. સ્થળાંતરીતોની સમૂહમાં પોતાના વતન તરફ થતી આ હિજરતના કારણે કોરોના વાઈરસા સમૂહમાં આગળ વધવાની સંભાવના ઉભી થવા પામી છે. જેનાથી સરકારની લોકડાઉન કરવાની યોજના પર પાણી ફળી વળવાની સ્થિતિ ઉભી થવા પામી છે. જેથી ચોકી ઉઠેલા ગૃહ મંત્રાલયે ગઈકાલે એક નવો હુકમ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૧૦ (૨) (૧) હેઠળ આવા સ્થળાંતરીતો જયાં છે ત્યાં સાચવાની જવાબદારી રાજયઅને કેન્દ્ર શાસીત પ્રદેશોની છે.

આ હુકમમાં સ્પષ્ટ કરાયું છે કે સ્થળાંતરીતોને રહેવા, જમવા, પીવા પાણી, દવા સહિતની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓની વ્યવસ્થા કરવાની જવાબદારી રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારોની છે. તેનું યોગ્ય પાલન થાય તેવું આયોજન કરવાની જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડાની જવાબદારી છે. આવા સ્થળાંતરને રોકવા દરેક રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોએ તેમની સરહદોને સીલ કરવી જોઈએ. જયારે શહેરોમાંથી પણ આવા સ્થળાંતરીત લોકોને બહાર જતા અટકાવવા જોઈએ આવી હિજરત કરી રહેલા સ્થળાંતરીતોને ૧૪ દિવસ સુધી સરકારી કવોરેન્ટાઈન કેન્દ્રોમાં રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ પોતાના વતન તરફ હિજરત કરી રહેલા સ્થળાંતરીતોને વિદેશયાત્રાએથી કોરોના વાઈરસનો ચેપ લાવનારા કેરીયર કરતા ઓછી માત્રામાં કેરીયર સમાન ગણાવ્યા છે.પરંતુ તેમની યોગ્ય તપાસ કરવામાં ન આવે તો કોરોના વાઈરસ દેશભરમાં ફેલાય શકે છે. આ અંગે આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલે જણાવ્યું હતુ કે કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાંથી પોતાના વતન તરફ હિજરત કરી રહેલા સ્થળાંતરીતોને ૨૧ દિવસ સુધી જયાં છે.ત્યા રોકી રાખવા અતિ જરૂરી છે. આવા સ્થળાંતરીતો જયાં નોકરી કરતા ત્યાં જ રહેવા જમવા, પગાર સહિતની વ્યવસ્થા કરવા રાજય સરકારોને જણાવ્યું છે ઉપરાંત કોરોના વાઈરસના ભયને જોતા રાજય સરકારોને પોતાની રીતે વેન્ટીલેટર, માસ્ક, સેનીટાઈઝર, વગેર જેવી વ્યવસ્થા કરવા જણાવાયું છે કેન્દ્ર સરકાર પણ આવા મેડીકલ સાધનો વિદેશથી મંગાવવા સક્રિય હોવાનું ઉમેર્યું હતુ.

સ્થળાંતરીત લોકોના પ્રવાહને અટકાવવાની ફરજ કલેકટર અને પોલીસની !

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉનના કારણે ધંધા રોજગારો બંધ થઈ જતા દેશના અલગ અલગ વિસ્તારોમાં વસવાટકરતા ૨૫ ટકા સ્થળાંતરીતોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. હાલમાં માર્ગ પરિવહન અને રેલવે બંધ હોવા છતાં આ સ્થળાંતરીતો પગપાળા પોતાના વતન તરફ જવા લાગ્યા છે. જેને લઈને આવા સ્થળાંતરીતોને તેમના વતનમાં જવા માનવતાના ધોરણે અમુક રાજયોનાં વહીવટી તંત્રો દ્વારા બસો અને અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સોશ્યલ ડીર્સ્ટન રાખવો તેએક મહત્વપૂર્ણ ઉપાય છે આવા સ્થળાંતરીતોને એક વાહનમાં મોટી સંખ્યામાં બેસાડી તેમના વતન તરફ જવાની વ્યવસ્થા કરવી તે કોરોના વાઈરસને ફેલાવવાનું આમત્રણ આપવા સમાન બાબત છે.

જેની દેશભરનાં વિવિધ સ્થાનો પરથી મોટી સંખ્યામાં સ્થળાંતરીતોની તેમના વતન તરફ થઈ રહેલી હિજરતથી કેન્દ્રીય ગૃહમંત્રાલય ચોંકી ઉઠ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે જાહેર કરેલા એક નવા હુકમમાં જણાવ્યું છે કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૧૦ (૨) (૧) મુજબ કોરોના વાઈરસ જેવી આપતકાલીન સ્થિતિમાં સ્થળાંતરીતો માટે જયાં છે ત્યાં રહેવા જમવા સહિતની તમામ જીવન જરૂરી જરૂરીયાતોને પૂરી કરવાની જવાબદારી રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારોની છે સ્થળાંતરીતોને આવી સુવિધાઆ પૂરી ન પાહવા બદલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિટેન્ડન્ટની સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આ હુકમ બાદ સ્થળાંતરીતોને અટકાવીને તેમને જીવન જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી જે તે જિલ્લાનાં વડાઓની નકકી કરવામાં આવી હોય આવી મોટી સંખ્યામાં થતી હિજરતોને અટકાવવા કડક કાર્યવાહીઓ કરાશે.

કોરોનાના કહેરે વાયુ પ્રદુષણને મ્હાત આપી !

સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે ચાલી રહેલા લોકડાઉનના આ સમયગાળા દરમિયાન દિલ્હી સહીતના ૧૦ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસમાં વાયુનુ પ્રદુષણ લધુતમ સ્તરે અમે કાબુમાં આવ્યું જેવું પર્યાવરણ વિદ્દોએ વાયુ પ્રદુષણ ઘટાડોના આ માહોલને આવકારી સરકારની આ દિશામાં જાગૃત થવા અને વિકાસની સાથે સાથે પ્રદુષણ ઘટાડાની દિશામાં કંઇક કરવા હિમાયત કરી છે પર્યાવરણના ભોગે વિકાસ માટેની આ દોડ અટકાવવા જણાવ્યું છે.

ભારતમાં અત્યારે સૌથી મોટા લોકડાઉનને લઇને ૧૩૦ કરોડ લોકોને લઇને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ઘરમાં રહેવા જણાવાયું છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં દેશમાં ૧૯ જિંદગીઓ હોમાઇ ચુકી છે અને ૯૦૦ થી વધસને કોરોનો ચેપ લાગી ચુકયો છે.

સરકારે દેશવાસીઓને બિનજરુરી પ્રવાસ ન કરવાની હિમાયત કરતા દેશભરમાં અસરકારક રીતેુ વાહન વ્યવહાર ઓછો થયો છે. કેન્દ્ર સરકારની હવાની ગુણવતા અને હવામાન સંશોધન અને આગાહી કરતી ‘જઅઋઅછ’ દ્વારા તાજેતરમાં જ જારી કરાયેલા આંકડાઓ અનુસાર કોરોના વાયરસના લોકડાઉન દરમિયાન વાતાવરણના પ્રદુષણના સ્તરમાં દિલ્હીમાં ૩૦ ટકા અને અમદાવાદ અને પુનામાં ૧૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.  શ્ર્વસન તંત્ર માટે જોખમ ઉભું કરનાર નાઇટ્રોજન ઓકસાઇડનું પ્રમાણ પણ ઘટયું છે. નાઇટ્રોજન ઓકસાઇડ સામાન્ય રીતે વાતાવરણના વાહનોના ઘુડામાથી ફેલાય છે. પુનામાં હવામાં તેનું પ્રમાણ ૪૩ ટકા, મુંબઇમાં ૩૮ ટકા, અમવાદાદ માં ૫૦ ટકા જેટલો તેમાં નાઇટ્રોઝન નો ઘટાડો જોવા મળ્યો છે.

‘SAFAR’ ના વૈજ્ઞાનિક ગુફરાનબેગએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે માર્ચ મહિનામાં વાતાવરણમાં પ્રદુષણનું માનાંક ૧૦૦ થી ૨૦૦ હોય છે. જયારે અત્યારે તેનું પ્રમાણ સંતોષજનક કહી શકાય તેવું માત્ર ૫૦ થી ૧૦૦ નોંધાયું છે. જે ખુબ જ સારૂ અને સંતોષજનક ગણી શકાય. દેશમાં અત્યારે લોકડાઉનના પગલે સ્થાનીક ઉદ્યોગો અને કારખાનાઓ બંધ છે. સાથે સાથે બાંધકામ અને ટ્રાફીક પણ વાતાવરણમાં સુધારાની પ્રક્રિયામાં કારણભૂત બન્યું છે. પ્રદુષણ ઘટાડવામાં વરસાદ મદદરુપ થાય છે. પરંતુ વાયુ પ્રદુષણ અને વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જનની ભુમિકા મહત્વની હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન ઓકસાઇડનું ઓછું પ્રમાણ સ્વાસ્થ્ય સભર શ્ર્વાસ લેવા માટે ખુબ જ આદર્શ ગણવામાં આવે છે.

કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ નિગમ સી.ડી.સી.બી. ના અહેવાલમાં રાજધાનીના વાયુ પ્રદુષણનુ માનાઁક અત્યારે ખુબ જ સારી સ્થિતિમાં છુે. કાનપુરમાં સામાન્ય રીતે વાયુ પ્રદુષણ  વધારે રહે છે ત્યાં પણ અત્યારે સ્થિતિ સારી છે. દેશના અન્ય ૯ર શહેરમાં પણ અત્યારે પ્રદુષણનું માનાંક ખુબ જ નીચે અને સારી અને સંતોષજનક સ્થિતિમાં છે દેશની ૩૯ શહેરોમાં વાતાવરણ ખુબ સારુ અને ૫૧ શહેરોમાં ઘટેલા પ્રદુષણથી પરિસ્થિતિ સારી હોવાનું નોંધાયું છે. વાયુના માનાંકમાં ૦ થી ૫૦ એ ખુબ જ સરસ ૫૧ થી ૧૦૦  સંતોષજનક ૧૦૧ થી ૨૦૦ સાધારણ ર૦૧ થી ૩૦૦ નબળુ, ૩૦૧ થી ૪૦૦ ખુબ નબળુ અને ૪૦૧ થી ૫૦૦ નુ માનાંક અતિ ગંભીર ગણવામાં આવે છે પર્યાવરણવાદીઓનું માનવું છે કે લોકડાઉન દરમિયાન પ્રદુષણનો ઘટાડો સરકાર માટે જાગૃત થવાની ઘંટી સમાન ગણાવી જોઇએ.

લોકડાઉન દરમિયાન પેપર વિતરણ અને જીવન જરૂરી વસ્તુઓનાં પરિવહનની છૂટ

સમગ્ર વિશ્ર્વમાં હાલ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે સરકાર દ્વારા અનેકવિધ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળતી રહે તે માટે યોગ્ય પરીવહનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ ઘણીખરી સેવાકિય સંસ્થાઓ અસમંજસની સ્થિતિમાં છે કે કયાં પ્રકારનાં પરિવહનને સરકાર દ્વારા છુટ આપવામાં આવી છે ત્યારે ગૃહ સચિવનાં જણાવ્યા મુજબ લોકડાઉન સમયમાં અખબારનું વિતરણ કરતા લોકો તથા જીવન જરૂરી ચીજ-વસ્તુઓનાં પરીવહનને જ છુટ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગૃહસચિવ અજય ભલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓની સરખામણીમાં તે ચીજવસ્તુઓનું પણ પરીવહન થઈ શકશે જે વસ્તુઓનો ઉપયોગ તાત્કાલિક ધોરણે ન લેવામાં આવાનો હોય. રાજયનાં તમામ ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવોને પત્ર પાઠવી ગૃહસચિવે જણાવ્યું છે કે, લોકડાઉન સમયમાં સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ જેવી કે હેન્ડવોશ, સાબુ, ડીસ ઈન્ફેકટન, બોડી વોશ, સેમ્પુ, સફેસ ક્લિનર, ડિટર્જન્ટ, ટીસ્યુ પેપર, ટુથપેસ્થ, સેનેટરી પેડ તથા ડાયપર, બેટરી સેલ્સ, ચાર્જર માટે પરીવહન શકય બનાવવામાં આવ્યું છે. સાથોસાથ દુધ માટેની વિતરણ વ્યવસ્થાને પણ સુદ્રઢ બનાવવા માટે છુટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અજય ભલાના જણાવ્યા મુજબ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે પણ તેઓને છુટ આપવામાં આવી છે. સાથો સાથ રાજયનાં મુખ્ય સચિવોને પણ તાકિદ કરવામાં આવી છે કે, બેઘર તથા હિઝરત કરતા લોકોને રીલીફ કેમ્પમાં સ્થાન આપવામાં આવે અને તેઓને યોગ્ય ચીજવસ્તુઓની સેવાઓ પણ અપાય.

બેંકો ખૂલ્લી રાખવા આદેશ: પણ લોકો અસમંજસની સ્થિતિમાં

સમગ્ર દેશમાં જયારે લોકડાઉનની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓનાં પરિવહનની જ છૂટ આપવામાં આવી છે. આ તકે ગુજરાત બેંક વર્કસ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે.પી અંતાણીએ અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ કે, હાલ જે બેંક ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં જે બેંકોની ૨ થી ૩ બ્રાંચો હોઈ તેને એકમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પરંતુ તે અંગેની સ્પષ્ટ રજૂઆતનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો ન હોવાથી લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડશે. હાલ માત્ર ૨૫ ટકા જ બેંક ગ્રાહકો બેંક પર આવે છે વધૂમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે સરકાર દ્વારા જનધન યોજનામાં લોકોને પૂરતા નાણા મળી રહે તે માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા જે નાણા આપવામાં આવા જોઈએ તે હજુ આપવામાં આવ્યા નથી, અને સરકાર દ્વારા જાહેરાત થતાની સાથે જ લાભાર્થીઓ બેંકો પર આવી પહોચ્યા હતા અને પાસબુક પ્રિન્ટ કરવાની પણ માંગણી કરતા નજરે પડયા છે. રૂપીયા આવ્યા ન હોવાથી પાસબૂક પ્રિન્ટ કઈ રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવીત થયો છે. ગામડાથી લોકોનાં ટોળે ટોળા બેંક ખાતે ઉમટી પડે છે. જેથી તેના પર અંકુશ લગાવી શકાતો નથી. સરકાર દ્વારા જો આજે પણ નાણાં જમા કરાવવામાં નહી આવે તો લોકોની ભીડ વધુને વધુ જોવા મળશે. હાલ બેંકમાં જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તેની કોઈ ચોકકસ જાણ કે પરીપત્ર જાહેર ન થતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Loading...