Abtak Media Google News

કોપી કરવા પાછળના માનસિક કારણોની રસપ્રદ વાતો !

તમારી સાથે પણ થયું હશે કે તમે બેઠા હોય અને અચાનક ખ્યાલ આવે કે તમે જાણતા અજાણતા કોઈકની નકલ કરી રહ્યા છો ! તો તમે એકલા નથી ઘણા બધા લોકો આ પ્રકારનું વર્તન કરતા હોય છે. એક વ્યકિત બીજી વ્યકિતની નકલ ત્યારે કરે છે જયારે તેને આકર્ષણ અનુભવાય છે અને તેને ખબર નથી હોતી છતાં તે કોપી કરતા હોય છે. ગમતી કે અણગમતી વ્યકિતની ઉઠવા-બેસવાની રીત ઘણી વખત આપણે અપનાવી લેતા હોય છીએ કે જેને કેમેલીયન ઈફેકટ પણ કહેવામાં આવે છે.

આ અંગે થયેલા અભ્યાસમાં લોકોને ત્રણ ભાગમાં વિભાજીત કરીને તેમણે ટાસ્ક આપવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેનારા લોકોએ કેટલીક સ્ટાઈલોની કોપી કરી હતી. રસપ્રદ વાત તો એ છે કે ભાગ લેનાર લોકો તેની સાથેના પાર્ટનરોની હરકતો કોપી કરી રહ્યા છે તેવી તેને પોતાને પણ ખબર ન હતી. બીજા અભ્યાસમાં પાર્ટનરોને એકબીજાની મિમિક કરવાનું કહ્યું હતું. આમ તેમની વચ્ચેના સંબંધો પણ વધુ મજબુત બન્યા હતા.

ત્રીજી વખતના એકસપેરીમેન્ટમાં રિસચરોએ કહ્યું કે, જે લોકો અન્યની કોપી કરવામાં ઉત્સાદ હોય તેઓ વધુ સંવેદનશીલ અને ઉર્જાથી ભરપુર હોય છે. કારણકે આ પ્રકારના લોકો મિમિક કરતી વખતે સામેવાળી વ્યકિતને નિરખીને તેની આદતો ઉપર નિરીક્ષણ કરે છે અને જે લોકો ઓબઝર્વેશનમાં માહીર હોય તેઓ સમાજમાં આગવી છાપ ધરાવતા હોય છે. સંપૂર્ણ ચેમેલીયન ઈફેકટ વ્યવહારો ઉપર આધારીત છે.

આપણે જયારે કોઈ વસ્તુ જોતા હોય અને તેના જેવુ બનવાનો પ્રયાસ કરીએ ત્યારે સામેવાળી વ્યકિતથી આકર્ષણની લાગણી થઈ હોય એ પછી પ્રેમ નફરત અને ધૃણા પણ હોય શકે છે પણ કોઈકની નકલ કરવામાં પણ અકલ વાપરવી પડે છે માટે કોપી કરતા બુરા નહીં જે લોકો અન્ય વ્યકિતની કોપી કરી શકતા હોય તેવા લોકો સમાજ કે વ્યકિત જોડે સફળ અને સારા સંબંધો બાંધી શકે છે.

કારણકે દરેક વ્યકિત અટેન્શન ઈચ્છે છે અને કોપી કરનાર વ્યકિત ઓબઝર્વેશન સમયે અન્ય વ્યકિતને સમય આપે છે માટે મિમિક આર્ટીસ્ટોની પણ બોલબાલા છે તો જો તમને પણ અચાનક એવુ યાદ આવે કે તમે તમારી આસપાસના લોકોની કોપી કરી રહ્યા છો તો તેમાં કશું ખોટુ નથી પણ તમે પ્રભાવશાળી વ્યકિત છે. ઘણી વખત ગમતી વ્યકિતને જોઈને લોકો તેની નકલ કરે જ છે અને તેનો તેમને ખ્યાલ પણ હોતો નથી પણ જે વ્યકિતના વ્યકિતત્વ ઉપર આધારીત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.