Abtak Media Google News

શેરબજારમાં જોવા મળી આઈપીઓની મોસમ: આગામી સપ્તાહમાં બે નવા આઈપીઓ આવશે

હાલ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે શેરબજાર દેશના અર્થતંત્રનું બેરોમીટર પણ માનવામાં આવે છે ત્યારે મંદી વચ્ચારે ફરી આઈપીઓ ચમકશે અને ગ્રે-માર્કેટમાં હાલ એન્જલ ગ્રોકીંગનું પ્રિમીયમ ૨૦ ટકા પણ બોલાણું હોવાનું સામે આવ્યું છે. એન્જલ બ્રોકિંગનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કંપની ૨૨ સપ્ટેમ્બરના રોજ તેનો આઈપીઓ બહાર પાડી રહ્યું છે.

જે આઈપીઓ ૬૦૦ કરોડ હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કંપનીઓના શેરોના ભાવ રૂા.૩૦૫ થી રૂા.૩૦૬ સુધી રહેશે ત્યારે ગ્રે માર્કેટની ધારણા પ્રમાણે એન્જલ બ્રોકિંગનાં શેરો પર રૂા.૫૫ થી ૭૫ જેટલું પ્રિમીયમ શેરધારકોને મળવાપાત્ર રહેશે તેવી આશા પણ વ્યકત કરવામાં આવી છે. ગત સમયમાં સૌથી મોટો આઈપીઓ આઈસીઆઈસીઆઈ સિકયોરીટીનો જોવા મળ્યો હતો પરંતુ જે પ્રતિભાવ શેરધારકો પાસેથી મળવો જોઈએ તે મળ્યો ન હતો. હાલ એન્જલ બ્રોકિંગનાં શેરનો ભાવ જે ૩૦૫ થી ૩૦૬ નિર્ધારીત કરવામાં આવ્યો છે તે વધુ હોવાની પણ વાતો ચાલી રહી છે પરંતુ આવનારા સમયમાં એન્જલ બ્રોકિંગનાં શેરનું પ્રિમીયમ વધુ મળવાના કારણે તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ એન્જલ બ્રોકિંગનાં શેરોનો જે ભાવ નિર્ધારીત કરવામાં આવ્યો છે તે રૂા.૨૫ થી રૂા.૩૦ નીચો હોત તો રોકાણકારોનો

પ્રતિસાદ જબ્બર મળી શકત પરંતુ પ્રિમીયમ વધુ મળવાની આશા હોવાના કારણે એન્જલ પમ્મનો આઈપીઓ ખુબ જ સારી રીતે ધુમ મચાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

શેરબજારમાં હાલ આઈપીઓની મોસમ જોવા મળી રહી છે ત્યારે આગામી સપ્તાહમાં બે નવા આઈપીઓ આવી રહ્યા છે. આ બંને આઈપીઓ અત્યારથી જ રોકાણમાં આકર્ષણ જગાડયું છે. કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડનો આઈપીઓ તા.૨૧ના રોજ રીટેઈલ રોકાણકારો માટે શરૂ થશે. ૨૨૪ કરોડના ઈશ્યુ સાઈઝ રહેવાની પણ માહિતી હાલ આપવામાં આવી છે. એવી જ રીતે કેમકોન સ્પેશિયાલીટી લિમિટેડનો આઈપીઓ તા.૨૧ના રોજ ખુલશે અને તા.૨૩ના રોજ બંધ પણ થઈ જશે. આ આઈપીઓની સાઈઝ ૩૧૮ કરોડની છે જેની પ્રાઈઝ બેન્ડ ૩૪૦ નિર્ધારીત કરવામાં પણ આવી છે. હાલ તાજેતરમાં બે આઈપીઓ પુરા થયેલા છે જેમાં હેપીએસ્ટ અને રૂટ મોબાઈલને ખુબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને મલ્ટીપલ વખત તેને ભરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.