Abtak Media Google News

આઈ.ઓ.સી દ્વારા મોકડ્રીલ યોજાઈ.

મુળી તાલુકાના દિગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે આપત્તિ સમયે લેવાના રહેતા તકેદારી અને તાત્કાલિક કરવાની રહેતી બચાવ કામગીરી અંગે આઇ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલમાં વિવિધ નિદર્શનો રજુ કરી બચાવ કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી. પાઈપ લાઈન લીકેજ તી હોય કે રીપેરીંગ કરતી વખતે આગ લાગે ત્યારે આપત્તિ આવ્યા બાદ કેવી સાવચેતી રાખવી જોઈએ તે બાબતે પણ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

પાઈપ લાઈન લીકેજ હોય ત્યારે આપત્તિ સમયે લોકોને કઈ રીતે બચાવ કરવો જોઇએ તે વિષે પણ સવિસ્તાર સમજણ આપવામાં આવી હતી. ઘાયલ યેલ લોકોને આપવાની તી પ્રામિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આઈ.ઓ.સી.ના અધિકારીશ્રી યોગેશ વિજય, વી.કે. મીના, ફેકટરી ઇન્સપેકટરશ્રી વાય.વી. પટેલ, ડીઝાસ્ટર કચેરીના શ્રી એન.ડી. ગામી, નિલેશ પરમાર, મુળી મામલતદાર કચેરીના શ્રી સી.પી. પરમાર, નગરપાલિકા, ફાયરબ્રીગેડ તા પોલીસ કર્મચારીઓ, આઇ.ઓ.સી.ના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્તિ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.