અયોધ્યામાં ભૂમિપૂજન માટે BAPSના મહંત સ્વામી સહિત 7 સંતોને આમંત્રણ

અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાનની હસ્તે થવાનું છે.જેમાં ગુજરાતમાંથી સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું છે.

VHPના અગ્રણીએ નામ ન આપવાની શરતે આ સાત સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની માહિતી આપી છે.

આ સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું: 
1. મહંત સ્વામી (બીએપીએસ)
2. અવિચલદાસજી (સતકેવલ જ્ઞાનપીઠ, સારસા)
3. પરમાત્માનંદજી (સંયોજક મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય મહાસભા)
4. માધવપ્રિયદાસજી (અધ્યક્ષ, SGVP ગુરુકુળ)
5. આચાર્ય કૃષ્ણમણી (જામનગર પ્રણામી સંપ્રદાય)
6. અખિલેશ્વરદાસજી (મહંત, સરસપુર રામજી મંદિર)
7. શાંતિગીરી મહારાજ (વડીયાવીર, ઈડર)

Loading...