Abtak Media Google News

ગ્રાહકોની જાગૃતિ અને યોગ્ય વળતર આપવા માટે ગ્રાહક સુરક્ષા નિધિની સ્થાપના કરવામાં આવી

ગ્રાહકના પ્રશિક્ષણ, જાગૃતતાને ધ્યાનમાં રાખી કરવા ગ્રાહકો દ્વારા રજૂ કરાયેલા દાવાઓ પૂરા કરવામાં ચૂક થઈ જાય તો તે ચૂકકર્તાઓને યોગ્ય વળતર ન મળવાના મામલે ગ્રાહકોને મળવા પાત્ર રકમને ધ્યાનમાં રાખી એનસીડીઈએકસ દ્વારા એક ગ્રાહક સુરક્ષાનિધિની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રાહક સુરક્ષા નિધિનું સંચાલન આ પ્રયોજન માટે સ્થપાયેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

ગ્રાહક સુરક્ષા નિધિ ટ્રસ્ટ સંબંધ સમિતિઓની સિફારીશોને આધારે ચૂકકર્તા સભ્યના કારણે ગ્રાહકોને એકલ દાવાના દાવાના મૂલ્યને પૂરૂ કરવા માટે સભ્યના ખાતામાં જો અપર્યાપ્ત રકમ હશે તો તે રકમ ગ્રાહકને નિધિ દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

મહત્વનું છે કે ૨૦મે ૨૦૧૯થી ગ્રાહક સુરક્ષા નિધિ શરૂ થઈ ગઈ છે. અને આ સુરક્ષાનિધિ દ્વારા ગ્રાહકોને વળતરપેટે રૂા. એક લાખથી રૂા૨.૫ લાખ સુધી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વળતર માત્ર એવા ગ્રાહકોને મળશે જેમણે એવા સભ્યોની ગફલતની ફરિયાદ ૨૦મે ૨૦૧૯કે ત્યાર બાદ કરી હોય.

એનસીડીઈએકસ વ્યાવસાયીક રીતે પ્રતિબંધીત ઓનલાઈન બહુવિધ કોમોડીટી એકસચેંજ છે. એનસીડીઈએકસના સંસ્થાગત પ્રવર્તક તથા શેર ધારક પોતાના સંબંધીત ક્ષેત્રનાં પાવરધા હોય તથા તેઓ પોતાની સાથે સંસ્થા દ્વારા નિર્મિત અનુભવ, વિશ્ર્વાસ દેશવ્યાપી પહોચ ટેકનીક તથા જોખમ ખેડવા તૈયાર હોય.

એનસીડીએકસની સહાયક સંસ્થાઓમાં એનસીડીઈએકસ ઈ માર્કેટ લીમીટેડ ઓનલાઈન સ્પોટ માર્કેટસ તેમજ સર્વીસીસ કંપની એનસીડીઈએકસ ઈન્સ્ટીટયુટ ઓફ કોમોડીટી માર્કેટ એન્ડ રિસર્ચ ધ એજયુકેશન એન્ડ આઉટરીચ આર્મ, નેશનલ કોમોડીટી કિતઅરિગ લિમિટેડ, સમાશોધન તથા નિપટાન સેવાઓ આપનાર તથા નેશનલ ઈ રિપોઝીટરી લિમિટેડ ડબલ્યડીઆરએ દ્વારા વિનિયંત્રિત ઓનલાઈન માલગોડાઉન રિપોઝીટરી સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.