Abtak Media Google News

હેલ્મેટની ગુણવતાના ધારાધોરણો તેમજ પીયુસીથી પોલ્યુશનમાં સુધારો થઈ શકશે ? જેવા પ્રશ્ર્નો ઉઠાવતા આગેવાનો

કેન્દ્ર સરકારના નેજા હેઠળ ગુજરાત સરકાર વાહન વ્યવહાર અંતર્ગત હેલ્મેટ/પીયુસી/વીમો/લાયસન્સ/આર.સી.બુક વિગેરેની ફરજીયાત પાલન કરવા માટે જોહુકમી વાળા કાયદાની અમલવારી કરાવવા માટે સરકારી તંત્ર શસ્ત્રો સજાવી રહ્યાં છે ત્યારે…

હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે સરકાર દ્વારા હેલમેટ સરળતાી તેમજ યોગ્ય ગુણવત્તાયુક્ત બ્રાંડની, વ્યાજબી કિંમતે મળી રહે તે માટે સરકારનું પ્રજાલક્ષી આગોતરૂ આયોજન ખાસ જરૂરી છે. હાલમાં હેલ્મેટ જાહેર રસ્તાઓ, ફૂટપા, રેકડીઓમાં તેમજ દુકાનોમાં વેંચાઈ રહ્યાં છે તો તેમના ગુણવત્તાના ધારા ધોરણો ખરેખર તેમાં જળવાઈ રહ્યાં છે કે નહીં ? ગુણવત્તા યુક્ત છે કે નહિ ? તેના માપદંડો શું ?

હાલમાં જાહેર માર્કેટમાં વેચાતા હેલ્મેટની કોઈપણ જાતની કિંમતની મર્યાદા અને એમ.આર.પી. હોતી નથી તેમજ ગુરવત્તા પણ જળવાતી નથી તો તેના માટે તાત્કાલીક અસરી ગુણવત્તાના ધારા ધોરણો જાહેર કરવા જોઈએ અને તેનાી જાહેર જનતાને વાકેફ કરવી જોઈએ.

સરકારની જાહેરાતના અનુસંધાને કાયદાના અમલ માટેના ડરી જે લોકોએ હેલ્મેટ ખરીદી લીધેલ છે તે હેલ્મેટો ભવિષ્યમાં માન્ય રહેશે કે નહિ ? તે કોણ અને ક્યારે નક્કી કરશે ? અને તેને અમલવારી થાય ત્યાં સુધીમાં તો મોટાપાયે બજારમાંથી હેલ્મેટની ખરીદીઓ થઈ ચૂકી હશે તો તેમના માટે ક્યું તંત્ર જવાબદાર રહેશે ? ફકત ૫૦ રૂપિયા આપીને પી.યુ.સી. સર્ટીફીકેટ લેવાનું અને પોલીસને બતાવવાનું આ સિવાય આ પી.યુ.સી. સર્ટીફીકેટનો કોઈ ઉપયોગ નથી. આવા પ્રમાણપત્રની પોલ્યુશનમાં સુધારો થઈ શકે ?

આવા અનેક પ્રશ્ર્નો રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સૌરાષ્ટ્ર વિકાસ પરિેષદ, શિવસેના, લાખાજીરાજ વેપારી એસોસિએશન વગેરે સંસઓએ ઉઠાવ્યા છે. જનતાના હિતમાં હેલ્મેટ તેમજ પીયુસીના સરકારી કાયદાની યોગ્ય અને સુવ્યવહારૂ પ્રજાલક્ષી અમલવારી કરાવવા માંગ ઉઠાવી છે. હેલ્મેટ, પીયુસીના કાયદા મુદ્દે યોગ્ય નિર્ણય લાવવા જિમ્મી અડવાણી, મહેશભાઈ મહેતા, રાજેશભાઈ ગોંડલીયા, પ્રશાંતભાઈ ગોહેલ, હિંમતભાઈ લાબડીયા સહિતના આગેવાનો રજૂઆત કરી રહ્યાં છે. આ માટે અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.