Abtak Media Google News

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સાથે રૂબ મુલાકાત

વે.રે. એપ્લોઈઝ યુનિયન રાજકોટ ડીવીઝનના પેટા પ્રતિનિધિ આર.વી. મહેતાની યાદી જણાવે છે કે તાજેતરમાં વે.રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવેલ હતા તે દરમ્યાન રાજકોટ રેલવે સ્ટેશન પર ગુપ્તાનું બુકે આપી વે.રેલવે એપ્લોઈઝ યુનિયનના વા. પ્રેસીડન્ટ મહેશભાઈ કે.છાયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ આ સમયે ડીવીઝનના સેક્રેટરી નિખીલભાઈ જોષી દ્વારા સ્ટાફની માંગણીનું આવેદન પત્ર આપવામાં આવેલ હતુ.

આ માંગણીમાં રેલવે કર્મચારીના પ્રશ્ન હોસ્પિટલમાં ડોકટરની સીએમપી તરીકે ભરતી કરવા તથા કેમ્પનસેશનના નિયમ મુજબ રેલવે ર્ક્મચારીના સંતાનોને જલ્દીથી તેમના અભ્યાસ અનુસાર નોકરી મળી રહે તે બાબતે અંગત રસ લઈને પેન્ડીંગ પ્રશ્ન હલ કરવા વિનંતી કરી હતી.

આ રજૂઆત સમયે વે.રે. એપ્લોઈ યુનિયનના પ્રતિનિધિઓ મહેશભાઈ છાયા, નિખીલભાઈ જોષી, નરેશભાઈ ખટવાણી, રાજેશ મહેતા, અભિજીત શાહ, સતીષભાઈ ઓઝા, ભરત અજમેરા, સૂધાકરભાઈ જયેશભાઈ રાવલ, ભુવાભાઈ પાટડીયાભાઈ નિલેશ સાંગાણી વગેરે પ્રતિનિધિ મંડળમાં હાજર રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.