Abtak Media Google News

ઉદ્યોગો બંધ જંગલેશ્વર પૂરતા જ સિમિત રાખો

બિઝનેશ ચેઈન પૂરી થાય તો જ ઉદ્યોગો કાર્યરત રહી શકે

૨૦ હજાર લોકોને રક્ષણ આપો તો ૨૦ લાખની વસ્તી મુકત થાય

રાજકોટના સંક્રમિત જંગલેશ્ર્વર વિસ્તારને બાદ કરતા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો ચાલુ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે.

ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવે મુખ્યમંત્રીને આવેદન પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉદ્યોગો હવે બંધ સહન કરી શકે તેમ નથી. નિકાસ એકમોને મંજૂરી અપાઈ છે. તેવી રીતે સંક્રમિત જંગલેશ્ર્વર સિવાયના વિસ્તારમાં આવેલા નાના મોટા ઉદ્યોગોને ચાલુ કરવામાં આવે તો બીઝનેશ ચેઈન પૂરી થાય, શ્રમિકોને રોજગારી મળે અને ઉદ્યોગો ધમધમતા થતા નિકાસને પણ વેગ મળી શકે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રજૂઆતને ધ્યાને રાખીને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની હદમાં આવેલી ફેકટરીઓમાં એકસપોર્ટ ખોલવાની છૂટ મળી છે. પણ કુલ યુુનિટના ૫% કારખાના ચાલુ છે. કોઇપણ એકસપોર્ટ યુનિટને ખોલવાની છૂટ મળી છે. પણ કારખાના દ્વારા માલ ખરીદી કરીને મોટાભાગના એકસપોર્ટર યુનિટો એસેમ્લીંગ કરીને માલ વિદેશ રવાના કરતા હોય છે. આમ આ સંલગ્ન નાના મોટા યુનિટો ૯૦% ઉપર કોર્પોરેશન વિસ્તારની હદમાં કે તેની બોર્ડર લાઇન ઉપર આવેલ છે. આ તમામ યુનિટો ખોલવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તર્કબધ્ધ મુદાઓ સાથે વાતચીત કરી હતી અને રાજકોટ ચેમ્બરની માંગણી વ્યાજબી હોય ત્રણ દિવસમાંજ આવી તમામ ફેકટરીને ખુલી કરવા મંજુરી આપો.

એકસપોર્ટ યુનિટ ચાલુ કરવા તેના સંલગ્ન પર યુનિટ દ્વારા ૭થી ૮ નાના ઇન્ડસ્ટ્રીને ચાલુ કરો તો જ બીઝનેશ ચેઇન પુરી થાય. આ તમામ ઇન્ડસ્ટ્રીઝો ચાલુ થાય તો આશરે ૧૨થી ૧૫ હજાર શ્રમિકોને રોજીરોટી તેમજ ધંધો રોજગાર મળે. લગભગ ઇન્ડસ્ટ્રીમાં ૪-૫થી ૮-૧૦ મજુરો ઇનહાઉસ છે.

રાજકોટ ઓરેજઝોનમાં હોય આ મીનીમમ ગ્રાસ્ક લઇને મેકસીમમ છુટ આપી શકાય તે પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની શરતે. ક્ધટેન્ટમેન્ટ ઝોન એવા જંગલેશ્ર્વર વિસ્તારથી ૫૦૦ મીટરની ત્રિજયાને બાદ કરી બાકીની તમામ ઇન્ડસ્ટ્રી ચાલુ કરી શકાય આમ આ વિસ્તારના ૨૦ હજાર લોકોને રક્ષણ આપો તો આપોઆપ ૨૦ લાખની વસ્તી મુકત થાય તેમ જણાવ્યું છે.

રાજકોટમાં કુલ ૬૬ કેસ પૈકી ૧ વ્યક્તિનું મોત થયું  હોય તેમજ જંગલેશ્ર્વરને બાદ કરતા બાકીના પુરા રાજકોટમાં માત્ર ૧૪૪ કેસ હોય આપણે પુરેપુરા સુરક્ષીત છીએ માટે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવામાં કોઇને વાંધો કે હરકત નથી.

આ ઉપરોકત મુદાને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તર્કબધ્ધ વાતચીત કરતા તેમને વાત ગે ઉતરી હતી અને ઘટતુ કરવા ખાત્રી આપી હતી.

રાજકોટ ચેમ્બરમાં વિવિધ ૧૦૮ એસોસીએશન મેમ્બર છે. જેથી તમામના પ્રશ્ર્નોને યોગ્ય પ્રસાશન સાથે રજૂઆત કરીને બનતા પ્રયત્નો કર્યા છે.

જયારે ઇન્ડસ્ટ્રીમાં આ સળગતો પ્રશ્ર્ન હોય બુધવાર સુધીમાં ગુજરાત સરકાર ઘટતુ કરે એવી અમારી મજબુત માંગણી છે. હવે ઉદ્યોગકારો અને ચેમ્બર સહન કરી શકે તેવી પરિસ્થિતમા: નથી. મુખ્યમંત્રી ચોકકસ અમારી માગણીમાં ઘટતુ કરશે. તેમ રાજકોટ ચેમ્બરે એક યાદીમાં જણાવ્યું છે.

પ્રજાપતિ સમાજ માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ: ઉષાબેન કુસકીયા

ગુુજરાતમાં જેમની વસતી ૪૦ લાખથી વધુ છે તે પ્રજાપતિ સમાજની આર્થિક સ્થિતિ અત્યંત ડાઉન થઈ જવાને કારણે રાજ્ય સરકારે તેમના માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ગુજરાત પ્રદેશ મહિલા  કોંગ્રેસ ના પૂર્વ મહામંત્રી. અને અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ એવા ઉષાબેન કુસકીયા એ  ઉઠાવી છે.

જો આ સમાજને સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે તો જ તે બેઠો થઈ શકે તેમ છે.

વધુમાં જણાવ્યું કે આ સમાજ ખાસ કરીને ઘર બનાવવા માટે વપરાતી ઈંટો તેમજ માટીના વાસણોનો વેપાર કરી ગુજરાન ચલાવે છે પરંતુ ૪૬ દિવસથી લોકડાઉન અમલી હોવાને કારણે તેમનો વેપાર સાવ ઠપ્પ થઈ ગયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિની છાપ ધરાવે છે તેથી તેમણે ગુજરાતમાં વસતાં પ્રજાપતિ સમાજના ૪૦ લાખ લોકોનો વિચાર કરવો જોઈએ.

મોસાળે જમણવાર અને મા પીરસનારની કહેવત માફક રાજ્ય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર હોવાથી સમાજને પેકેજ જાહેર કરવામાં બહું અડચણ પડશે નહીં.

ભારતમાં આ સમાજની ૨.૫૦ કરોડની પ્રજાપતિ સમાજની વસતી છે જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સ્તરેથી પેકેજ જાહેર કરવું જોઈએ તેમ અંતમાં જણાવ્યું છે.

આ અંગે રાજયની જનતા મો.નં. ૯૨૨૮૧૩૩૫૦૩ ઉપર મેસેજ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.