Abtak Media Google News

આજ રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઘોની સંખ્યા વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે. દેશભરમાં વાઘોની સંખ્યાનો આંકડો જાહેર કરીને પીએમ મોદીએ કહ્યુ કે વાઘોની સંખ્યા 2967 પહોંચી ગઈ છે. પીએમ મોદીએ દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના પ્રસંગે ઑલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન 2018 જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર 2014ની તુલનામાં વાઘોની તુલનામાં વાઘોની કુલ સંખ્યા 741 વધી છે.

પીએમે કહ્યુ કે આજે અમે વાઘની રક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. વાઘોની વધેલી સંખ્યા દરેકને ખુશ કરશે. 9 વર્ષ પહેલા સેંટસ પીટર્સબર્ગમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વાઘોની સંખ્યાને 2022 સુધી બમણી કરવાની છે પરંતુ આપણે આ લક્ષ્‍યને 4 વર્ષ પહેલા જ મેળવી લીધુ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ઘણા દેશોમાં વાઘ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ભારત વાઘો માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. ભારતમાં 2006માં વાઘોની સંખ્યા કુલ 1411 હતી ત્યારબાદ વાઘોના સંરક્ષણ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. આ અભિયાન બાદ વાઘોની સંખ્યા 2010માં 1706, 2014માં 2226 અને 2018માં 2967 થઈ ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.