Abtak Media Google News

મોરબી જીલ્લા પોલિસ વડા દ્વારા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈ ની બદલી કરી તાત્કાલિક ચાર્જ સંભાળવા આદેશ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પીએસઆઈની આંતિરક બદલી કરવામાં આવી છે જેમાં માળિયા પોલીસ મથકના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એન.બી.ડાભીને પોલીસની મહત્વની શાખા એવી એલસીબી બ્રાંચમાં મુકવામાં આવ્યા છે તો મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.એ.ચુડાસમાને માળિયા પોલીસ મથકમાં મુકાયા છે અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં (એટેચ-એમ.ઓ.બી.)માં ફરજ બજાવતા કે.એચ.રાવલને વાંકાનેર તાલુકા પોલીસમાં, મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા એન.એ.શુક્લને એમ.ઓ.બી  મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એન.વાઢીયાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.