રસપ્રદ વણાંકોથી ભરપૂર ફિલ્મ …”તુ છે ને!

475

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે બોલીવુડની માફક ફિલ્મી કલાકારો અને ઢોલીવુડ ઇન્ડસ્ટીના સારા દિવસો જેવા વાતાવરણ વચ્ચે વધુ એક ગુજરાતી ફિલ્મ … તુ છે ને ! રીલીઝ થઇ છે રેહાન ચૌધરીના ડાયરેકશનની આ ફિલ્મમાં કલાકાર તરીકે સ્વાતિ દવે, શ્યામ નાયર, ડિમ્પલ બિસ્કિટવાલા, કાર્તિક રાષ્ટ્રપાલ, પ્રશાંત થાડેશ્વર અને રાજેશ ઠકકર છે.

ફિલ્મની સ્ટોરી કોલેજમાં ભણતા વિરાટ અને મેધાની છે જેનો પ્રેમ તો પાંગરે છે પરંતુ વિરાટની માતાની કિડની ફેઇલ થાય અને કોઇ ડોનર ન મળે તેવી પરિસ્થિતિમાં વિરાટ સારી નોકરીની તલાશમાં શહેર બદલાવે છે. જેને લઇ બન્નેની લવ લાઇફમાં કેટલાક પ્રોબ્લમ્સ આવે છે.

ફિલ્મની વાર્તા રસપ્રદ અને સારા સંદેશા સાથે પૂર્ણ થાય પરંતુ  ડાયલોગ્સ સારા છે. ફિલ્મની વિકનેસ તેની ગતિ છે. જાણે ફિલ્મને ખેચીને લાંબી કરાઇ હોય તેવું લાગે ડાયરેકશન નબળુ કારણ કે ઘણા બધા કલોઝઅપ શોટસ છે.

ફિલ્મનો પ્લસ પોઇન્ટ સમીર રાવલનું સંગીત કહી શકાય કલાકારોને મેકઅપ વધારે પડતો કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું અને અમુક વાતો  ભૈયા કુછ હજમ નહી હુઆ… જેવી દર્શાય ફિલ્મને એવરેજ કહી શકાય. જ‚રીમહેનત કરવામાં આવી હોય તો સારી સ્ટોરી હતી.

જો કે કેટલાક કલાકારોનું અભિનય ખુબ જ સારુ હતું. બાકી તો કમકમાટી બોલાવે તેવા ડાયલોગ અને સારી સ્ટોરી માટે દર્શકો ર કલાક ૧૦ મીનીય ફાળવશે કે નહી આ અંગે થોડો ઘણો ડાઉટ છે.

Loading...