Abtak Media Google News

ઇન બિલ્ટ ફ્રી ટુ એર ચેનલ સેટ અપ બોસ, ૧૫૦ થી વધુ એફટીએ અને પ્રાદેશિક રેડીયો ચેનલ રૂ. ૨૧૯૯૦ ની કિંમતે ઉપલબ્ધ: પત્રકાર પરિષદમાં અપાઇ વિગતો

ઇલેકટ્રોનિકસ ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતી ઇન્ટેકસ ટેકનોલોજીસે ઇનોવેટિવ એલઇડી ટીવી ૩૨૦૮ મોડલ લોન્ચ કર્યુ છે. જે અંગે લોકો માહિતગાર થાય તે માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. તેમાં લોન્ચ થયેલા એલઇડી ટીવીની ખાસીયતો જણાવી હતી.

રાજકોટના પાયાના સ્તરના લોકોને વાજબી અને ટકાઉ એન્ટરટેઇનમેન્ટ વિકલ્પો પૂરા પાડના લોન્ચ કરેલા ૩૨ ઇંચ એલઇડી ટીવી મોડલ ઇન-બિલ્ટ ચેનલ સેટ-અપ બોકસ સાથે ઇન્ટેકસના પેરાબોલિક ડિશ એન્ટેના સાથે મુખ્યત્વે ટીયર ર અને ૩ શહેરોના ગ્રાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. જેમાં કોઇપણ ઇન્સ્ટોલેશન ચાર્જીસ લાગતા નથી અને ૧૫૦ થી વધુ ટીવી ચેનલની સાથે અનિલિમિટેડ ફ્રી રિજનલ રેડિયો ચેનલ્સ પણ જોઇ શકાય છે. આથી ગ્રાહકો માસિક ચાર્જીસ નથી અને તેઓ રૂ. ૨૧,૯૯૦ ની આકર્ષક કિંમતે અમર્યાદ એન્ટરટેઇનમેન્ટ માણી શકે છે.

ઇન્ટેસ એફટીએ એલઇડી ટીવી સાથે ગ્રાહકો જીઇસી, ફિલ્મો, ધાર્મિક, લાઇફસ્ટાઇલ, મ્યુઝિક, ઇન્ફોટેઇનમેન્ટ, ન્યુઝ, સ્પોટર્સ  દૂરદર્શન ચેનલ્સ તથા ૧૦ થી વધુ ભાષાઓમાં પ્રાદેશિક અને રેડીયો ચેનલ જોવાનો લ્હાવો ઉઠાવી શકે છે. (એફટીવી) સામાન્ય રીતે કોઇપણ પ્રકારના સબસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ હોય છે. પરંતુ તે ડિજિટલ રીતે એનકોડ હોય છે. અને કેટલીક ભૌગોલિક સ્થિતિઓમાં મર્યાદીત પણ હોય છે.

આ નવીન લોન્ચ અંગે ઇન્ટેકસ ટેકનોલોજીસના ક્ધઝયુમર ડયુરેબલ્સના બિઝનેસ હેડ જયેશ પારેખે જણાવ્યું હતું કે, ઇન્ટેકસ ખાતે અમે અમર્યાદત સંભાવનાઓ ધરાવતી તથા શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડતી નવી ટેકનોલોજી વિકસાવવામાં માનીએ છીએ. એક સ્થાપિત ભારતીય બ્રાન્ડ તરીકે અમે ગ્રાહકોની જરુરીયાતોને સમજી છે અને તેથી જ ઇન-બિલ્ટ  એલઇડી ટીવી મોડલ લોન્ચ કર્યુ છે. જેથી વિવિધ સેગમેન્ટ અને પ્રાદેશિકની સાથે સાથે પ્રાદેશિક રેડીયો ચેનલનો અનુભવ પૂરો પાડી શકાય તથા તમામ વય અને સામાજીક જૂથોની જરુરીયાતોને પૂર્ણ કરી શકાય.

૩૨ ઇંચ એલઇડી ટીવી એક સ્વતંત્ર પેકેજ છે. જેને બેજોડ હોમ એન્ટરટેઇનમેન્ટ એકસપિરિયન્સ પૂરો પાડવા માટે ડિઝાઇન કરાયું છે. આઇ ટેકનોલોજીથી સજજ એલઇડી ટીવી ટાઇમ લેગ દૂર કરે છે. તેના ફાસ્ટર રિસ્પોન્સ ટાઇમ બ્લરી ઇમેજને રોકે છે. અને પિકચરની સ્પષ્ટતા સુનિશ્ર્ચિત કરે છે.  જેથી સિનેમેટિક સાઉન્ડ એકસપિરિયન્સ સાથે ૧૦ વોટના સંતુલિત સાઉન્ડ પેદા કરવો શકય બને છે.

એલઇડી ટીવી રિમોટ કંટ્રોલથી સજજ છે. જે ટીવી અને ઇન-બિલ્ટ સેટ-અપ બોકસ બન્ને માટે કામ કરે છે. રિમોટમાં ચેનલ લિસ્ટ માટે સમર્પિત કીનો સમાવેશ થાય છે. જેથી ટીવી ચેનલ અને ટીવી ચેનલ લીસ્ટ મેળવી શકે છે તથા ટીવી રેડીયો કીથી સરળતાથીટીવી અને રેડીયો ચેનલની મજા માણી શકે છે.

મહત્વપૂર્ણ છે કે એલઇટી ટીવી ૩૨૦૮ સ્માર્ટ પાવર સેવિંગ ટેકનોલોજીથી સજજ હોઇ ઓછી ઉર્જાનો ઉ૫યોગ કરે છે.

જેનાથી આર્થિક બચત પણ શકય બને છે. તેનું ડિજિટલ નોઇઝ રિડકશન ફીચર આપમેળે અવાજને ફિલ્ટર કેર છે અને શ્રેષ્ઠ સાઉન્ડ ઇફેસ્ટ પેદા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.