Abtak Media Google News

આગામી ૬ માસમાં તમામ ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ જશે

કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૬૧૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે તેમાં પણ ૪૦૦૦ જેટલી જગ્યાઓ તો દિલ્હી યુનિવર્સિટીમાં ખાલી પડેલી છે. ૨૦૦૯ થી આ તમામ જગ્યાઓ ખાલી પડેલ હોય તો તેને નવેમ્બર-૨૦૧૯ સુધીમાં તાત્કાલિક ભરવા માટે યુજીસીએ આદેશ કર્યો છે. સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૩ લાખ જગ્યાઓ ખાલી પડેલી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મંગળવારે માર્ગદર્શીકાઓ પ્રસિઘ્ધ કરીને આ સંસ્થાઓને ૧૫ દિવસની અંદર ખાલી જગ્યાઓની ઓળખ કરી અને ૧૮૦ દિવસની પ્રક્રિયા પૂર્ણ કરવાની ભલામણ કરી છે.

યુજીસીનાં સેક્રેટરી રજનીશ જૈને જારી કરેલા પરીપત્રમાં યુનિવર્સિટીઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ તરીકે ગણાયેલી સંસ્થાઓએ પરીપત્રનું પાલન કરવા માટે આદેશ કર્યો છે. માર્ગદર્શિકા મુજબ ખાલી જગ્યાઓની ઓળખ, સક્ષમ સતાવાળાઓ પાસેથી ભરવા માટેની અને તેની જાહેરાત આગામી ૬૦ દિવસમાં કરવા આદેશ કર્યો છે અને યુનિવર્સિટી, કોલેજો, અન્ય સંસ્થાઓએ ઓકટોબર-૨૦૧૯ સુધીમાં તમામનાં ઈન્ટરવ્યુ લઈ ખાલી પડેલી જગ્યાઓ નવેમ્બર-૨૦૧૯માં ભરવા માટે જણાવાયું છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે, ખાલી પડેલી જગ્યાઓની વિગત ઓનલાઈન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવા બધા જ સરકારી સંચાલિત સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે અને આ પોર્ટલ દ્વારા એમ.એચ.આર.ડી. અને યુજીસી દ્વારા પ્રક્રિયાની દેખરેખ રાખવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એમ.એચ.આર.ડી.એ પ્રક્રિયા પર નજર રાખવા માટે એક પોર્ટલ પણ તૈયાર કર્યું છે. આ બાબત પ્રાથમિકતા તરીકે લેવામાં આવી છે. સોમવારે નવા એચ.આર.ડી. મંત્રી રમેશ પોખ્રીયાલ દ્વારા લેવામાં આવેલી ઉચ્ચ શિક્ષણની પ્રથમ સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય રીઝર્વેશન પોલીસીમાં એસ.સી માટે ૧૫ ટકા કોટા, એસ.ટી.માટે ૭.૫ ટકા અને ઓબીસી માટે ૨૭ ટકા કોટા અનામત રાખવાનો આદેશ અપાયો છે જે ૨૦૦૫થી લાગુ કરવામાં આવ્યો છે. શિક્ષક સમુહનાં દબાણ હેઠળ કેન્દ્રએ એચ.સી.નાં નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એક એસ.એલ.પી. અને સમીક્ષા પીટીશન દાખલ કર્યું હતું જેને પણ બળતરફ કરવામાં આવ્યું હતું દરમિયાન યુજીસીએ એસ.એલ.પી.નાં સમયગાળા માટે નિમણુક કરવાની હતી. એસ.એલ.પી.ને બળતરફ કર્યા પછી એચ.સી.નાં આદેશને પૂર્વત: કરવા માટે કેન્દ્રએ માર્ચ-૨૦૧૯માં એક અધિનિયમ લાવવાનો આવ્યો હતો અને હવે નવેમ્બર-૨૦૧૯ પહેલા તમામ યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા યુજીસીએ આદેશ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.