Abtak Media Google News

વિશ્વ ભરમાં કોરોના વાયરસ ને કારણે આર્થિક મંદી નો સામનો સૌવ કોઈ કરી રહ્યા છે ત્યારે હાલ ધંધા રોજગાર માં તેમજ બ્રહ્મણીયું કરતા પંડિતો પણ આર્થિક તંગ સ્થિતિ નો સામનો કરી રહ્યા છે ત્યારે ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડ નું કામ કરતા ૪૦ ટકા હાથે વિકલાંગ આશીષ પંડયા નો પરિવાર છેલ્લા ઘણાં સમયથી લોક ડાઉન ને કારણે આર્થિક પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હોય, એક તરફ કર્મકાંડ નો વ્યવસાય ઠપ થતા ઘરપરિવાર નું ગુજરાન ચલાવા પોતે આત્મનિર્ભય બનવા માટે બટેટા ની રેંકડી ની ફેરી કરી ને રોજગાર મેળવી રહ્યા છે. વિકલાંગ વિપ્ર યુવાને એક અનોખી પહેલ કરીને ઘરે બેસવા કરતા અને કોઈ ની કે સરકાર ના લાભ ની આશા રાખીને બેસવા કરતા જાત મહેનત જીંદાબાદ નો ઉપદેશ અપનાવીને બટેટા ની રેંકડીની ફેરી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.