Abtak Media Google News

કોંગ્રેસના નેતાઓ આંતરિક કલહમાં વ્યસ્ત છે, જયારે ભાજપાના કાર્યકરો લોકોની સેવામાં વ્યસ્ત છે

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે જેમના હૈયે. હંમેશા ગુજરાતનું હિત વસેલું છે અનેજેઓ સતત ગુજરાતની ચિંતા કરે છે. તેવા ગુજરાતના સપુત અને લોકસેવક એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમના પૂર્વ નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરીને ગુજરાત પર આવી પડેલુ કુદરતી આફત-અતિવૃષ્ટિનો ચિત્તાર મેળવવા આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સુરેન્દ્ર કાકા પ્રદેશ ઉપાઘ્યક્ષ આઇ.કે.જાડેજા કૌશિકભાઇ પટેલ, અને મેયર ગૌતમભાઇ શાહ ઉ૫સ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગઇકાલે પણ મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિની માહીમી મેળવી હતી.

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના સંવેદના વિહોણા નિવેદનને વખોડતાં જણાવ્યું હતું કે નવસર્જનની વાતો કરતી કોંગ્રેસ પોતે વિસર્જનના આરે આવી ગઇ છે ત્યારે આવી કુદરતી સંકટની ઘડીમાં લોકોની સેવામાં લાગવાને બદલે કોંગ્રેસ બેબુનિયાદ નિવેદનો કરે છે કોંગ્રેસને જનતા જનાર્દનના સુખ દુ:ખ સાથે કાંઇ જ લાગતું વળગતું નથી.

કુદરતી આપત્તિના સમયે પ્રજાની પડખે ઉભા રહેવાને બદલે કોંગ્રેસ માત્ર રાજકીય આક્ષેપબાજી કરે છે તે શરમજનક બાબત છે. કોંગ્રેસના નેતાઓ આંતરિક કલહમાં વ્યસ્ત છે. જયારે સરકારી તંત્ર અને ભાજપાના કાર્યકરો સતત પ્રજાના સં૫ર્કમાં રહીને સેવાકાર્યમાં વ્યસ્ત છે.

પ્રદેશ અઘ્યક્ષ જીતુભા વાધાણીના માર્ગદર્શનમાં પ્રદેશ ભાજપા સંગઠન તેમજ જીલ્લા-મહાનગરના ભાજપના ચુંટાયેલા અને સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ સતત પ્રજા સાથે સંપર્ક અને સેવામાં છે. અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે બનાસકાંઠા, પાટણ, રાધનપુર, રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો, અમદાવાદ, અમદાવાદ જીલ્લો, કર્ણાવતી મહાનગર, મોરબી, સુરેન્દ્રનગર ખાતે ભાજપાના કાર્યાલાયો ઉપર ર૪ કલાક કંટ્રોલરુમની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરીકોની બચાવ કામગીરી ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ર૪ કલાક કાર્યરત કંટ્રોલરુમમાં આજે ૧૮૦ ગંભીર પ્રકારની તેમજ ૭૦ સામાન્ય પ્રકારની ફરીયાદો મળી હતી. જેમાં ત્વરીત સંપર્ક કરીને મદદ પહોંચતી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.