Abtak Media Google News

સિકકા સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ગણેશ મહોત્સવ ઉજવાય છે: ઘાસ, ગુંદર, પેન્સીલ, રબર, ફૂટપટી જેવી ચીજ-વસ્તુઓથી ગણેશજીની મૂર્તિ બનાવાશે

ઉપલેટામાં સિકકા સોશ્યલ ગ્રુપ દ્વારા ઈકો અને એજયુકેશન ફ્રેન્ડલી ગણેશોનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘાસ, ગુંદર, પેન્સીલ, સંચો, રબર, ફૂટપટી સહિતની ચીજ વસ્તુઓની ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવાશે આ અંગે વિસ્તૃત વિગત આપવા નવરંગ નેચર કલબના વી.ડી. બાલા, હરીભાઈ સુવા, નીકુલભાઈ ચંદ્રવાડીયા, મહેશભાઈ, ચંદ્રવાડીયા, મહેશભાઈ દાવડા, અશ્વીનભાઈ સોલંકી અને ધવલભાઈ ચંદ્રવાડીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઉપલેટામાં સિકકા સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા ૫ વર્ષથી ઈકો અને એજયુકેશન ફ્રેન્ડલી ગણેશોનું આયોજન કરવામાં આવે છે. આ ગણેશોની મૂર્તિ સંપૂર્ણ ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે. આ ગણેશા ઘાસ, ગુંદર, સ્કેચપેન, પેન્સીલ, સંચા, એક રબ્બર, ફૂટપટી, વોટર કલર, જેવા શૈક્ષણીક સાધનોથી બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં માત્ર ૧ ફૂટની માટીની મંગલમૂર્તિનું જ વિસર્જન કરવામાં આવે છે. મુખ્ય મૂર્તિમાંથી શૈક્ષણીક સાધનો કાઢી લઈ વિસર્જન સમયે પ્રસાદ‚રૂપે જરૂરીયાત મંદ બાળકોને આપવામાં આવે છે.

છેલ્લા ૫ વર્ષમાં ૩૫૦૦૦થી પણ વધુ શૈક્ષણીક સાધનોનું વિતરણ સીકકા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. અગિયાર દિવસ ચાલતા આ ગણેશોત્સવમાં બાળકો માટે મટકી ફોડ, ચિત્ર સ્પર્ધા, ડાંસ સ્પર્ધા ગ્રુપ ડાંસ સ્પર્ધા બાળ લોક ડાયરો, વેશભુષા આરતી ડીશ સ્પર્ધા દાંડીયારાસ જેવા કાર્યક્રમ રાખવામાં આવે છે.

આ ગણેશોત્સવમાં દાતાઓ દ્વારા ખૂબજ સહયોગ મળે છે. પીઠડ કૃપા ગ્રુપ, દાનાભાઈ ચંદ્રવાડીયા, રોહીતભાઈ ચુડાસમા, ભાવેશભાઈ સુવા, અલ્પેશભાઈ વોરા, મહેન્દ્રભાઈ મકવાણા, રાધે ઈન્ડસ્ટ્રીઝ, ગીરીશભાઈ વેકરીયા, સુરેશભાઈ પરમાર, જયેશભાઈ કાછેલા, વિપુલભાઈ ભરડવા, ભાવિનભાઈ કાલરીયા, એન્ડ ગ્રુપ તેમજ ડીઓએમએસ ઈન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબજ આર્થિક સહયોગ મળેલ છે. આ ગણેશોત્સવમાં ભ્રુણત્યા, વ્યસન મૂકિત, સ્વચ્છતા અભિયાન જેવા સંદેશ આપવામાં આવે છે તેમજ સી.સી.ટીવી કેમેરાથી સંપૂર્ણ સજજ ગણેશોત્સવનું આયોજન.

આ ગણેશોત્સવનાં ફંડની ૯૦% રકમ માત્ર બાળકોના કાર્યક્રમો અને પ્રસાદી માટે વાપરવામાં આવે છે. તથા ઉપલેટા ગામમાં નિસ્વાર્થ વિનામૂલ્યે સેવા કરતા તપોધન વ્યકિતઓ ભાનુબેન ચંદ્રવાડીયા, લાલજીભાઈ રાઠોડ, પ્રો.મોરી સાહેબ, પરસોતમભાઈ સોજિત્રા, જયેન્દ્રસિંહ વાળા, નીતાબેન માંડલીયાનું સન્માન કરી સિકકા ગ્રુપ સમાજ તરફથી ‚ણ અદા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.