Abtak Media Google News

પશુ-પક્ષી-દ્વારા સ્વાઈન ફલુ-સ્ક્રેચ ફિવર-બૂરસેલોસીસ પીજન્સ ફેન્સીયર, લેટટોસ્પાઈરોસીસ-ટોકસોપ્લાસ્મોસીસ જેવા ચેપ માનવમાં પ્રસરી શકે છે

પાળેલા પશુ-પક્ષીની સ્વચ્છતા બાબતે માલિકોએ વિશેષ કાળજી લેવી જરૂરી; મુખ્યત્વે વોટરફાઉલમાં ડક-ટર્કી અને ચિકન (મરઘીના બચ્ચા)થી વધુ ફલાય છે

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કે ફલુ વાયરસ ૧૯૩૧માં સતાવાર રીતે દેખાયો તે વાસ્તવમાં ૧૯૩૩માં વિજ્ઞાનીઓ નોંધ્યો વાયરસ બી.૧૯૩૬માં અને સી.વાયરસ ૧૯૪૭માં જટીલ સ્વરૂપમાં દેખાયો હતો.

Flu

બર્ડ ફલુ મુખ્યત્વે પ્રવાસી પક્ષીઓને કારણે વધુ પ્રસરે છે. આવા વાતાવરણમાં ઘણા લોકો પશુ-પક્ષીઓ પામતા હોવાથી તેમના મનમાં અત્યારે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છેકે અમારા પરિવારમાં ચેપ લાગે કે નહી? છેલ્લા ૧૪ વર્ષથી પશુ પક્ષીની સારવાર કરતા વેટરનરી ડો.એ.બી. ગડારા એ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે બર્ડને ઘરમાં જ રાખવા બહાર બાલ્કનીમાં ન રાખવા આ ઉપરાંત તેને વાઈલ્ડ બર્ડનાં સંપર્કથી દૂર રાખવા અત્યંત જરૂરી છે.

સૌ પેટ માલિકોએ પાંજરૂ દિવસમાં બેવાર સાફ કરવું, ટ્રેને કલીન કરવી, પાંજરૂ સેનેટાઈઝ કરવું.માલીકોએ પોતાના બર્ડને વાસી ખોરાક ન આપવો ઉપરાંત પાણી ગરમ કરીને ઠંડુ કરીને હુંફાળુ પાણી આપવું જે દિવસમાં બે ત્રણવાર બદલવું જરૂરી છે.

બર્ડને ફળ-ફ્રૂટ તાજા આપવા જો તમારા ઘરે સગા-સંબંધી આવે તો તેને બર્ડને ન રમાડવા આપવા તમે પોતે બહારથી પક્ષીના સંપર્ક કરીને આવ્યા હોય તો તમારે તમારા હાથ સેનેટાઈઝ કરીને જ તમારા બર્ડને સ્પર્શ કરવો હિતાવહ છે. તમારા બર્ડ પશુને શરદી ઉઘરસ કફના ચિન્હો દેખાય તો પશુ ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે. બર્ડમાં મુખ્યત્વે ખોરાક-શ્ર્વાસ દ્વારા વધુ બર્ડ ફલુ વકરે છે.

એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરતા પક્ષીઓ દ્વારા ચેપ ફેલાય છે. આ પક્ષીઓ આપણા બર્ડનોસંપર્કમાં આવતા ચેપ વકરે છે તેમ ડો. ગડારાએ જણાવેલ છે ૨૦૦૫માં બર્ડ ફલુ વાયરસે તરખાટ મચાવ્યો હતો. હાલમાં પ્રસરવાનો ભય લાગતા આરોગ્યતંત્રએ એડવાન્સમાં પગલા ભરવાથી ચેપ પર હાલ કંટ્રોલ કરેલ છે. પશુ-પક્ષી પાળનારે તેના ચરકના સિધા સંપર્કમાં ન આવવું જોઈએ અડયા હોય તો તરત જ તમારા હાથ ધોઈ નાખવા.

Avian Flu Transmission

જાણીતા  પેથોલોજીસ્ટ  કિરણ  અવાશિયા  એ   અબતક  સાથેની  વાતચીતમાં  જણાવ્યું કે બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે.

બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (ઇં૫ગ૧) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ ૧૯૯૭માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.

ખતરનાક વાયરસ

બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

બર્ડ ફ્લૂ કેમ હોય છે

બર્ડ ફ્લૂના ઘણા પ્રકારો છે, પરંતુ એચ ૫ એન ૧ એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાડે છે. તેનો પહેલો કેસ ૧૯૯૭ માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે મરઘાં ફાર્મમાં ચેપગ્રસ્ત ચિકન સાથે બર્ડ ફ્લૂનો ફાટી નીકળ્યો હતો.

એચ ૫ એન ૧ પ્રાકૃતિક રીતે પક્ષીઓમાં જોવા મળે છે પરંતુ તે પાળેલા ચિકનમાં સરળતાથી ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંની લાળ અથવા આંખોમાંથી પાણી આવતા સાથે સંપર્કને કારણે થાય છે. ચેપગ્રસ્ત ચિકનના ૧૬૫જઋ પર રાંધેલા માંસ અથવા ઇંડાનો વપરાશ બર્ડ ફ્લૂને ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત મરગીનાં ઇંડા કાચા અથવા બાફેલા ન ખાવા જોઈએ.

 જે લોકોને બર્ડ ફ્લૂનું જોખમ છે

બર્ડ ફ્લૂનું જોખમ કોને છે? ઇં૫ગ૧ પાસે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા છે. ચેપગ્રસ્ત પક્ષીઓના મળ અને લાળમાં વાયરસ ૧૦ દિવસ જીવંત રહે છે. દૂષિત સપાટીઓને સ્પર્શ કરીને આ ચેપ ફેલાય છે. જો મરઘાં સાથે સંકળાયેલા લોકોમાં તેનો ફેલાવો સૌથી વધુ જોખમ છે.

બર્ડ ફ્લૂનું જોખમ

આ સિવાય, જે લોકો ચેપગ્રસ્ત સ્થળોની મુલાકાત લે છે, ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવે છે, કાચો અથવા છૂંદો કરેલો ઇંડું ખાય છે અથવા ચેપગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખે છે તેમને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે.

સારવાર શું છે- બર્ડ ફ્લૂના વિવિધ પ્રકારોનો જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો દર્શાવ્યાના ૪૮ કલાકમાં દવાઓ લેવી જરૂરી છે.

બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ સિવાય, ઘરના અન્ય સભ્યો કે જેઓ તેના સંપર્કમાં આવે છે, તેઓને પણ આ રોગ લેવાનું સૂચન આપવામાં આવે છે, જો તેઓમાં રોગના લક્ષણો ન હોય તો પણ તેના ચરક ના સંપર્ક માં ન આવવું જો અડ્યા હોય તો તરતજ હાથને સેનેટાઇઝ કરી લેવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.