Abtak Media Google News

યુ-ટયુબમાં સુચક ઇ-લનીંગ ચેનલ દ્વારા ટેલી. કીડઝ માટેની એક્ટિવિટી અને ઇન્કમટેકસની માહિતી મળી રહે તેવા ઓનલાઇન કોર્સનો પ્રારંભ: એજયુકેશન સેન્ટરનું ઉદ્ધાટન કરતા સ્વામી અપૂર્વમૂનિ

ત્રણ પેઢીથી અને પપ વર્ષથી એકાઉન્ટ તથા ટેકસના કાર્ય સાથે સંકળાયેલ અને છેલ્લા ૧૫ વર્ષોથી ટેલી એકાઉન્ટીંગ સોફટવેર તેમ જ ઇનકમ ટેકસ અને જી.એસ.ટી. નું શિક્ષણ આપતી સંસ્થા સુચક કમ્પ્યુટર નું આજના સમયની માંગ મુજબ આધુનિક ટેકનોલોજી સાથે વિસ્તરણ પામી રી-ઓપનીંગ થઇ રહ્યું છે. છેલ્લા ૧૫ વર્ષમાં આશરે ૧૦ હજાર થી પણ વધુ વિઘાર્થીઓ ધર્મેશભાઇ સુચક અને દર્શનભાઇ સીનરોજાનું માર્ગદર્શન મેળવી એકાઉન્ટ અને ટેકસેશનના ફિલ્મમાં રોજગારી મેળવી ચૂકયા છે. સુચક કમ્પ્યુટર એ ટેલી અને મિરેકલ બન્નેનું ઓથોરાઇડઝ ટ્રેઇનીંગ સેન્ટર ચલાવે છે. તથા ટેલી સોફટવેરનું વેચાણ પણ કરે છે.

સંસ્થાના પાયાના પથ્થર સમાન શિવલાલભાઇ સુચકનું માનવું છે કે બીઝનેસનો ગ્રોથ કરવા માટે એકાઉન્ટીગ નું નોલેજ જરુરી છે. વિઘાર્થીઓને વેપારીઓને સરળતા થી એકાઉન્ટનું તથા જી.એસ. ટી.નું નોલેજ ટેલી અને મીરેકલ સોફટવેરમાં મળી રહે અને પ્રેકટીકલી તેનો ઉપયોગ કરે શકે તે મુજબનો કોર્ષ તૈયાર કરેલ છે.

Dsc 1114 E1573559927443

સમયની ચાલ અને માંગ પારખી ને સુચક કમ્પ્યુટર હવે ઓનલાઇન એજયુકેશન આપવા જઇ રહ્યું છ. યુ-ટયુબ માં સુચક ઇ-લનીંગ ચેનલ દ્વારા ટેલી, મિરેકલ, જી.એસ.ટી.ના ઇન્કમ ટેકસની માહીતી મળી રહે તે મુજબના ઓન લાઇન કોર્સ આપવા જઇ રહ્યું છે જેનો ઉપયોગ દરેક વિઘાર્થી અન વેપારીઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી નિ:શુલ્ક કરી શકશે. નિધિબેન સુચક તથા મેધનાબેન ઠકકર દ્વારા સુચક કિડસ પણ શરુ કરવામાં આવી રહ્યું છે. જેમાં ધો. ૧ થી ૭ નાટયુશન વર્ગ, મેથ્સ, સાયન્સ અને લેન્ગવેજ ઇમ્પ્રુવમેન્ટ (ઇ-લનીંગ કનસેપ્ટ દ્વારા તથા વેકેશન એકટીવીટીઝ શરુ કરવા જઇ રહ્યું છે. આરી-ઓપનીંગ નું ઉદધાટન મુખ્ય અતિથિ વિશેષ બી.એ.પી. એસ.ના સ્વામી અપૂર્વમુની સ્વામી તથા શિવલાલભાઇ સુચક અને રાજકોટના વિવિધ ક્ષેત્રમાં અગ્રણીઓ ના હસ્તે કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.