Abtak Media Google News

અગાઉ સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની યાદીમાં સામેલ થયેલા ‘પરમ સિદ્ધિ’ની વધુ એક સિદ્ધિ

ભારતે તૈયાર કરેલા સુપર કોમ્પ્યુટર ‘પરમ સિધ્ધી’ને વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. પરમ સિધ્ધીને વિશ્ર્વના સૌથી શક્તિશાળી આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ સુપર કોમ્પ્યુટર તરીકે માન્યતા મળી છે.

તાજેતરમાં ભારતીય સુપર કોમ્પ્યુટરને વિશ્ર્વના ૫૦૦ સૌથી મોટા શક્તિશાળી કોમ્પ્યુટરોની યાદીમાં ૬૩મું સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ હવે આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સની શ્રેણીમાં ભારતનું આ સુપર કોમ્પ્યુટર પ્રથમ ક્રમનું સાબીત થયું છે. આ કોમ્પ્યુટરનું નિર્માણ રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું હતું. પરમ સિધ્ધી સુપર કોમ્પ્યુટરના સેકટરમાં ભારતનું નામ રોશન કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની દેખરેખ હેઠળ તૈયાર થયેલા આ સુપર કોમ્પ્યુટરને વિશ્ર્વના શ્રેષ્ઠ આર્ટીફિશીયલ સુપર કોમ્પ્યુટર તરીકે માન્યતા મળતા સંશોધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિજીટલ ઈન્ડિયા હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ સેકટરમાં ભારતનું નેતૃત્વ વિકસી રહ્યું છે જેના લીધે અનેક ક્ષેત્રમાં લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.