Abtak Media Google News

ચીનના આક્રમણ વલણ સામે ભારતની કુટનીતિનો પરચો વિશ્ર્વને મળ્યો: મીત્ર દેશ ભૂતાનને આપેલા સાથના ઠેર ઠેર ગુણગાન

ચીન સાથે ૭૦ દિવસથી ચાલી રહેલા ડોકલામ વિવાદનાં અંત બાદ ભારતનું પ્રભુત્વ એશિયામાં ઔર વધી ગયું છે. કુટનીતીમાં ચીનને પછાડયા પછી પાડોશીઓને લાંબા સમયબાદ ભારતની તાકાતનો પરચો મળ્યો છે. અવાર નવાર ભારત સાથે વાંધા વચકા કાઢતા દેશ હવે ભારત સાથે વિવાદમાં પડતા પહેલા બે વાર વિચારશે.સિકિકમ સરહદે છેલ્લા ત્રણેક મહિનાથી વિવાદિત ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીનની સેના સામ સામે આવી ગઇ હતી. આ મામલે ચીન દ્વારા સતત યુઘ્ધની ધમકી આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્પમાં અધિકારીઓ દ્વારા ડોકલામ મામલે સતત ભારત ઉપર ટીપ્પણી કરવામાં આવી હતી. ચીન દ્વારા વાતચીત મામલે શરત મુકવામાં આવી હતી કે, પહેલા ભારત પોતાનું સૈન્યુ પાછું ખેંચે ત્યારબાદ જ વાતચીત શરુ થશે.બીજી તરફ ભારતે ડોકલામ મુદ્દે સહનશીલતા દાખવી હતી અને અંતે ચીન પોતાનું સૈન્ય પાછું ખેંચવા તૈયાર થયું હોવાથી ભારતની સૌથી મોટી કુટનીતિક જીત થઇ છે. ડોકલામ મુદ્દે ભારતે નેપાળ અને ભુતાન સાથેના સંબંધોને વધુ મજબુત કરવા પ્રયાસો આદર્યા હતા. તેમજ અમેરિકા અને જાપાન સાથે માલાબાર નૌકાદળ કવાયત હાથ ધરી હતી. ભારતના દરેક નિર્ણયોથી ચીન ભડકે બળ્યું હતું અને ધમકીઓ શરુ કરી હતી. અમેરિકા દ્વારા પણ ડોકલામ મુદ્દે કહેવામાં આવ્યું હતું મુશ્કેલીના સમયે ભારતને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. બીજી તરફ જાપાને પણ ભારતનો સાથ આપ્યો હતો. ડોકલામ વિસ્તાર મુદ્દે ભારતનું પાસુ મજબુત બનતા ચીન ભુરાયું થયું હતું તેમાં પણ અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે ડોકલામ વિવાદમાં ભારત પરિપકવ મહાસત્તા જેવું કામ કરી રહી છે. ચીન ડોકલામે મામલે નાના બાળક જેવું વર્તન કરી રહ્યું છે. ચીનને જગતમાંથી કોઇ દેશ સહકાર આપે એવા સારા તેના સંબંધો નથી. ચીને પોતાની રીતે ધાક-ધમકી શરુ કરી હોય તમામની નજરમાં ચડી ગયું હતું. દરરોજ નવા નવા સુરમાં ધમકીઓ ઉચ્ચારી હતી. જેની સામે ભારતે દર વખતે પુખ્તતા દાખવી હતી. કોઇ ધાક-ધમકી કે ઉશ્કેરાટ વગર સાબિત કર્યુ છે. આ પ્રદેશ ભુતાનનો છે.ભારત અને ભૂતાન વચ્ચે વર્ષોથી મૈત્રી છે. એ પ્રમાણે ભૂતન ઉ૫ર આવી સમસ્યા આવી પડે ત્યારે ભારતે તત્કાળ સક્રિય થવું પડે. અને આ સક્રિયતા પણ ભારતે દાખવી છે. અને આ મુદ્દે ભારતની અડકતાને સમગ્ર વિશ્ર્વએ વખાણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.