Abtak Media Google News

ઘાતક કમાન્ડોની ટુકડીનું એલઓસી પાર કરી ઓપરેશન: ભારતીય જવાનોની શહીદીનો બદલો લીધો

ભારતીય સૈન્યએ વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. પીઓકેના રાવલકોટ-રાખચક્રીમાં ઘુસીને ભારતીય સૈન્યના ઘાતક કમાન્ડોએ ૩ પાકિસ્તાની સૈનીકોને ઠાર કર્યા છે. છેલ્લા બે દિવસથી પાકિસ્તાની સૈન્યએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાની નાપાક હરકત કરી હતી. જેનો આજે ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેકટરના કેરીમાં તાજેતરમાં પાકિસ્તાની બોર્ડર એકશન ટીમે સીઝ ફાયરનો ભંગ કર્યો હતો. જેમાં મેજર મોહરકર અંબાડસ તેમજ ચાર ભારતીય જવાનો શહિદ થયા હતા. પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ ભારતીય સૈન્યએ મીની સર્જીકલ સ્ટ્રાઈકના ‚પમાં આપ્યો છે.

જવાબી કાર્યવાહીના ભાગ‚પે પીઓકેમાં ૫ થી ૬ ઘાતક કમાન્ડોની ટુકડી ઘુસી હતી અને પાકિસ્તાની સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. ગોળીબારમાં ત્રણ સૈનિકોને ઠાર કરાયા હતા.

આ ઓપરેશન લોકલ બટાલીયન કમાન્ડર દ્વારા પ્લાન કરાયું હતું. જેને બ્રિગેડ કમાન્ડરે મંજૂરી આપી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાની ૨૯ તારીખે ભારતીય સૈન્યની પારા સ્પેશ્યલ ફોર્સની ટૂકડી દ્વારા પાકિસ્તાનની અંદર સર્જીકલ સ્ટ્રાઈક કરી અનેક આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી પાક.ની નાપાન હરકતનો જવાબ આપવાની તૈયારી ભારતીય સૈન્યએ કરી હતી.

શનિવારે કેરીમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય સૈનીકો પર બેફામ ગોળીબાર પાકિસ્તાન દ્વારા કરાયો હતો. જેમાં ચાર જવાનો શહિદ થતા નાપાક હરકતનો જવાબ આપવાનું જ‚રી બની ગયું હતું. મોડી રાત્રે ઘાતક કમાન્ડોની ટુકડી લાઈન ઓફ કંટ્રોલ પાર કરી અંદર ઘુસી હતી અને પાકિસ્તાનના ત્રણ સૈનીકોને ઠાર કર્યા હતા. સૈનીકોના મૃત્યુ થયા હોવાની જાહેરાત પાકિસ્તાને પણ કરી છે.

જૈશ-એ-મોહમદનો માસ્ટરમાઇન્ડ ઠાર મરાયો

કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈસ એ મહમ્મદના માસ્ટર માઈન્ડ નુર મહમ્મદ તાંત્રે ઉર્ફે નુર ત્રાલી ઉર્ફે પીરબાબા ઉર્ફે છોટાનુરાને ઠાર કરવામાં સુરક્ષા તંત્રને સફળતા મળી છે. નુર મહમ્મદ શ્રીનગર એરપોર્ટ નજીકના બીએસએફ કેમ્પ ઉપર હુમલા પાછળ માસ્ટર માઈન્ડ હતો. છેલ્લા ઘણા સમયથી સુરક્ષા સંસ્થા તેની તલાસમાં હતી. ૪૭ વર્ષીય નુર મહમ્મદને ઠાર કરવામાં આવ્યો છે. તેને ૨૦૧૧માં આજીવન કારાવાસની સજા થઈ હતી અને ૨૦૧૫માં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આતંકી પ્રવૃતિમાં સતત જોડાયેલો રહ્યો હતો.

પાક. દ્વારા કુલભૂષણની માતા-પત્ની સાથેના દુરવ્યવહારથી ભારતભરમાં રોષ ભભૂક્યો

ભારતીય નેવીને પૂર્વ અધિકાર કુલભુષણ જાધવને પાકિસ્તાને જેલમાં પુરી રાખ્યો છે. આ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી પહોંચેલો છે. વૈશ્ર્વિક દબાણ બાદ પાકિસ્તાને કુલભુષણ જાધવને માતા અને પત્નીને મુલાકાત માટે મંજૂરી આપી હતી. જો કે આ મુલાકાતમાં તેમને મંગળસુત્ર સહિતનું એકબાજુ કાઢી લેવા માટે પાક.ના તંત્રએ કહ્યું હતું. એક તરફ માણસાઈના ધોરણે મુલાકાત થઈ હોવાની પાકે દુહાઈ આપી હતી તો બીજી તરફ ધાર્મિક લાગણી દુભાવી હતી. આ ઉપરાંત તેની માતા સાથે મરાઠીમાં વાત કરવા ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. બન્ને વચ્ચેની ચર્ચામાં વારંવાર દખલ દેવામાં આવી હતી. જેથી પાકિસ્તાનની આ હરકતથી રોષ ફેલાયો છે.

દાઉદનો ભારતની જેલમાં છોટા રાજનનું કાસળ કાઢવાનો પ્લાન નાકામ

તિહાર જેલમાં રાખવામાં આવેલા છોટા રાજનનું કાસળ કાઢવા ‘ડી’ ગેંગ દ્વારા પ્લાન ઘડવામાં આવ્યો હતો. નિષ્ફળ નિવડયો છે. ડી ગેંગના નિરજ બવાનાએ રાજનને જેલમાં જ પતાવી દેવા માટે ષડયંત્ર રચી કાઢયું હતું. જો કે, ઈન્પુટ મળી જતા આ પ્લાનને નિષ્ફળ બનાવાયો છે. મુલાકાતના સમય દરમિયાન રાજનને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ડી ગેંગનો હોવાનું જાણવા મળે છે. આ પ્લાનના ઘટસ્ફોટ બાદ રાજનની સુરક્ષામાં અત્યંત વધારો કરી દેવાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.