Abtak Media Google News

અંદમાન-નિકોબાર આઇલેન્ડ્સ પર કરાયું પરીક્ષણ

વૈજ્ઞાનિક દ્વારા બ્રહ્મોસ મિસાઈલના ઘણા બધા વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમાં આજ રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું ભારતમાં આજે સવારે 10 વાગ્યે જમીન પરથી પ્રહાર કરનારી આ લેન્ડ એટેક વર્ઝન મિસાઈલનું અંદમાન નિકોબારના ટાપુ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પરીક્ષણ કરીને વૈજ્ઞાનિકએ સફળતા મેળવી છે.પરીક્ષણના સમય દરમિયાન મિસાઈલને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો આ ટાર્ગેટ મિસાઈલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે.

સેના માટે બ્રહ્નમોસ મિસાઈલ તૈયાર

આ પરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે બ્રહ્નમોસ મિસાઈલને સેનામાં સમાવેશ કરવો જોઈએ.આ મિસાઈલની હુમલો કરવાની ક્ષમતા 450 કિલોમીટર છે.

Brahmos 750X470 1

આ અઠવાડિયામાં થશે બીજા પરીક્ષણ

આ અઠવાડિયામાં મિસાઈલના બીજા ટેસ્ટ પણ થશે.આ ટેસ્ટિંગથી એ જાણી શકાશે કે મિસાઈલ કેટલી વધુ ઝડપથી દુશ્મન પર વાર કરી શકશે.આ મિસાઈલ રુસ અને ભારતના રક્ષા સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવી છે.આ મિસાઈલ હવા , પાણી અને જમીન બધી જ જગ્યાએથી હુમલો કરી શકે તેટલી સક્ષમ છે.

Screenshot 1 9

Brahmos મિસાઈલનું નામકરણ brah એટલે બ્રહ્મપુત્ર અને mos એટલે મોસ્કવા જે બન્ને દેશોની નદીના નામો પરથી આવ્યું છે. આ મિસાઈલ 1400 ફિટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.અત્યારે ફક્ત ભૂમિ પરીક્ષણ કરવામાં આવ્યું છે જે 400 કિમિ સુધી ટાર્ગેટ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.