Abtak Media Google News

કલોન પ્રોધોગિકી દ્વારા અસામીસ નસ્લ ભેંસના પાડાનો જન્મ કરાવવામાં પ્રથમ વખત સીઆઈઆરબીનાં વૈજ્ઞાનિકો ને સફળતા

ભારતીય વૈજ્ઞાનિકોએ કલોન (સંક્રમણ) પ્રોધોગિકી દ્વારા પ્રથમ વખત અસામીસ નસ્લ ભેંસના એક પાડાના જન્મ કરાવવામા સફળતા મેળવી છે. એટલે કે ભારતમાં પ્રથમ કૃત્રિમ પાડાનો જન્મ થયો છે. સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ફોર રીસર્ચ ઓન બફેલોસ કે જે ભેંસ વિશે સંશોધન કરનાર કેન્દ્રીય સંસ્થા છે. આ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રમુખ પી.એસ. યાદવને માહિતી આપતા કહ્યું છેકે, તેઓએએક વિશિષ્ઠ પધ્ધતિનો ઉપયોગ કરી નોર્મલ ડીલીવરી દ્વારા ૨૨ ડીસેમ્બરનાં રોજ અસામીસ ભેંસના કલોનનો જન્મ કરાવ્યો હતો. અને તેનું નામ ‘સચ ગૌરવ’ રાખ્યું છે.

આ પાડાનો જન્મ મુરાહ ભેંસના ગર્ભથી થયો છે. આ પ્રથમ પાડો છે. કે જેનો જન્મ પ્રોધૌગિકી દ્વારા હિસારની સચ ડેરી ફાર્મની કલોનિંગ પ્રયોગ શાળાથી ૧૦૦ કીમી દૂર એક ખેતરમાં થયો છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરીષદના સીઆઈઆરબીને ભેંસની તમામ નસ્લોનાં ઉત્તમપશુઓનાં સરંક્ષણની જવાબદારી સોપાઈ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ (આઈસીએઆર) સીઆઈઆરબીના નિર્દેશક ઈન્દ્રજીત સિંહે કહ્યું કે, એસામીસ ભેંસ દેશના પૂર્વોતર ભાગોમાં જોવા મળે છે અને આ એસામીસ ભેંસનો ઉપયોગ ખેતીકામ મટે વધુ પ્રમાણમાં થાય છે.પી.એસ. યાદવે કહ્યું કે, આ પાડાનું વજન ૫૪.૨૦ કીલો છે. જેનું સ્વાસ્થ્ય પણ સા‚ છે. અને તે સામાન્ય સાયંકોલોજીકલ પેરામીટર્સ અને બ્લડ પ્રોફાઈલ ધરાવે છે.

જણાવી દઈએ કે એનીમલ કલોનીંગ એ એક એવી પ્રક્રિયા છે. કે જેમાં બે જાતોનું સક્રંમણ કરી નવી જાત ઉત્પન્ન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.