Abtak Media Google News

પાંચ વર્ષના કરાર હેઠળ સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ક્ધટેન્ટ, શ્રેષ્ઠ ઈન્ટરનેટ સાથે જોડાઈ દર્શકો માટે ક્રિકેટ જોવાનો નવો જ અહેસાસ લાવશે

વિશ્ર્વના સૌથી મોટા ડેટા નેટવર્ક જિયોએ આજે ભારતના લીડીંગ ટીવી બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયા સાથે પાંચ વર્ષની સમયાવધિની એક ભાગીદારી જાહેર કરી છે. ભાગીદારી થકી સ્પોર્ટસના મનોરંજનના ક્ષેત્રે એક નવા યુગનો દેશમાં આરંભ થશે. જિયો અને સ્ટાર ભારતના દરેક ક્રિકેટ મેચનું પ્રસારણ હવેથી જિયોટીવી ઉપર કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને સ્ટાર ઈન્ડિયા પ્રા.લી.એ સમજુતી કરાર કર્યા હતા. માત્ર આટલું જ નહીં પણ સૌથી પ્રથમ વખત જ ક્રિકેટ પ્રોડકશન, મોબાઈલ સ્ટ્રીમીંગ અને હાઈ-સ્પીડ નેટવર્કે હાથ મિલાવ્યા છે જેનાથી ક્રિકેટની રમત અને તેનું શ્રેષ્ઠ ક્ધટેન્ટનો લાભ ભારતના દર્શકો અને ક્રિકેટ ચાહકોને મળશે.

આ ભાગીદારી હેઠળ દરેક ટી-૨૦ મેચ, વન-ડે ઈન્ટરનેશનલ મેચ, ટેસ્ટ મેચ, બીસીસીઆઈ આયોજીત ભારતમાં રમાતી દરેક મહત્વની સ્થાનિક સ્પર્ધાઓ આ નવીન પ્રસ્તુતિમાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખી જિયો અને સ્ટાર આ પ્રકારની અન્ય રજુઆતો પણ ભવિષ્યમાં લાવી શકશે.

પોતાના ગ્રાહકો માટે જિયો સતત નવી અને એકસકલુઝિવ કન્ટેન્ટ લઈ આવી રહ્યું છે. આ વખતે તે જિયોટીવી થકી છે. ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પણ તેની પુજા થાય છે. દરેક ભારતીય માટે શ્રેષ્ઠ સ્પોર્ટસ ક્ધટેન્ટ ઉપલબ્ધ બનવી જોઈએ.

એટલું જ નહીં એના માટે શ્રેષ્ઠ કવોલીટી અને ગ્રાહકોને પરવડે એવી કિંમતે બેન્ડવિથ પણ ઉપલબ્ધ હોવી જોઈએ. આ ભાગીદારી થકી અમે આ બન્ને ચીજોને સાંકળી રહ્યા છીએ. ઉદેશ્ય છે શ્રેષ્ઠ સ્પોર્ટસ ક્ધટેન્ટ અને ગ્રાહકો માટે જિયોની શ્રેષ્ઠ માળખાકીય સગવડો જોડી રહ્યા છીએ. સ્પોર્ટસ, ઓગમેન્ટેડ રિયાલીટી, વર્ચ્યુઅલ રિયાલીટી જેવી આધુનિક સવલતો લાવી આગામી દિવસોમાં ગ્રાહકો માટે નવો અનુભવ લાવવાનું જિયો વચન આપે છે એમ આકાશી અંબાણી, ડિરેકટર, જીયોએ જણાવ્યું હતું.

ટેલીવિઝન અને ડીજીટલ બન્ને પ્લેટફોર્મ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં અમે રમત માણવાનો અનુભવ અમે બદલી નાખ્યો છે. બીસીસીઆઈની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ વિશ્ર્વમાં અન્ય રમતોની જેમ અદભુત લ્હાવો છે.

જેમ અન્ય રમતોમાં અમે રોકાણ કરી તેનો અનુભવ ટીવી દર્શકો માટે બદલ્યો છે એવી જ રીતે ક્રિકેટ માટે પણ અમે કામ કરી રહ્યા છીએ. રિલાયન્સ જીઓ સાથેની આ ભાગીદારી થકી અમે ક્રિકેટની રમતના દર્શકોના અનુભવને નવી ઉંચાઈએ લઈ જશું. સંજય ગુપ્તા, મેનેજીંગ ડિરેકટર સ્ટાર ઈન્ડીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.