Abtak Media Google News

ભારતની અબજો ડોલરની સંપત્તિની ફસાયેલી અસ્કયામતોની રિકવરી માટે બેંકો કંપનીઓને મદદરૂપ થવા માટે ભૂમિકા નક્કી કરશે

વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક તરલતાની પરિસ્થિતિમાં ભારતીય કંપનીઓની અબજો ડોલરની સંપતિ કોર્ટ કાર્યવાહીમાં ફસાયેલી છે તેને છુટી કરવા માટે ભારતીય કંપનીઓને અદાલત મદદરૂપ થવાની કવાયત હાથ ધરી રહી છે. ૨૦૨૧માં કોર્ટ કેસોમાં ભારતની બેંકો માટે અબજો ડોલર દાવ પર લાગ્યા છે. અદાલતોએ તાજેતરમાં જ ઋણ દાતાઓ માટે અનુકુળ અભિગમ અપનાવ્યો છે. જેમાં ધીરનારને પોતાની સંપતિ વેચવા પર પ્રતિબંધ મુકવો અને બેંકોના લોન એકાઉન્ટમાં તેને સામેલ કરવા સહિતની કાર્યવાહી સામેલ છે. કોવિડ-૧૯ અને લોકડાઉન વચ્ચે કોર્પોરેટ ક્ષેત્રમાં ટકી રહેવા માટે ભારતના બેન્કિંગ ઉદ્યોગ અને સરકાર સામે વિદેશમાં પૈસા ફસાઈ ગયાનો પડકાર ઉભો થયો છે. ભારતની અદાલતો અબજો ડોલરની ફસાયેલી સંપતિના કેસો પર આવતા મહિનામાં મહત્વનો નિર્ણય લે તેવું જાણમાં આવ્યું છે અને આ નિર્ણયથી ફસાયેલી મુડી છુટી થાય તેવા સંજોગોમાં ઉભા થયા છે.

કોર્ટ દ્વારા મોરેટોરીયમ કેસમાં જેને બોલાવવામાં આવે છે તેમાં ચૂકવણીઓ અને ડિફોલ્ટ પર રાહત મેળવવા માટે મોટા કરજદારોની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં અઠવાડિયામાં જ નિર્ણય થઈ શકે છે. અદાલતોએ પેન્ડીંગ નાદારી પર પણ દેખરેખ રાખવાની જરૂર છે જે અંગેના ચૂકાદાથી બેંકોમાં અબજો ડોલરની પડેલી રકમ છુટી થઈ શકે તેમ છે.

કોવિડ-૧૯ના કારણે ચાલેલા લોકડાઉનના લાંબા તબક્કામાં અનેક કંપનીની મુડી વિદેશમાં ફસાયેલી છે અને તેને પરત લાવવાના દાવા ટોચની અદાલત અને સેન્ટ્રલ બેંકમાં સુનાવણી હેઠળ છે. અદાલતોએ તાજેતરમાં જ કરજદારો અને દેણદારો માટે અનુકુળ પરિસ્થિતિ ઉભી કરવા કવાયત હાથ ધરી છે. ફસાયેલી મિલકતો છુટી કરવા માટે સંપતિ વેંચવાથી લઈને બેંકોના બેડલોનના ખાતા તારાકિંત કરવાની પ્રક્રિયા સામેલ છે.

ભારતની બેંકો અગાઉથી વિશ્ર્વની સૌથી મોટી બેડ લોનની સમસ્યામાં ફસાયેલી છે. કાયદાકીય કંપની સાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપનીના ભાગીદાર વીણા શિવરામકૃષ્ણએ જણાવ્યું હતું કે, કરારમાં સ્પષ્ટ શરતો હોવા છતાં કંપનીઓના અબજો ડોલર ફસાયેલા છે. હવે આ નાદારીના કેસોમાંથી મોટાભાગના ઉકેલના આરે છે. એમ ટેક ઓટો સહિતની કંપનીઓ ડેકન વેલ્યુ અને ભુષણ પાવર સ્ટીલ વગેરેની કંપનીઓ આ કવાયતનો લાભ મળશે. આવનાર દિવસોમાં બેંકોમાં ફસાયેલા અબજો ડોલર રૂપિયાનો વહીવટ સાંગોપાંગ ઉતારવા કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.