Abtak Media Google News

ભારતીય સીમા ઓળંગીને માછલી પકડવા જતા પાકિસ્તાન મરીન એજન્સી દ્રારા બંદી બનાવવામા આવેલા 144 ભારતીય માછીમારો આજે વેરાવળ ફિશરીઝ કચેરીએ પહોંચ્યા હતાં જયા તેમના પરીવારજનો દ્રારા ઉમળકાભેર સ્વાગત કરાયુ હતું..

ભારતીય સીમા ઓળંગીને માછલી પકડવા જતા ભારતીય માછીમારો પાકિસ્તાન ની હદ મા ઘૂસી જતા તેને પાકિસ્તાન મરીન એજન્સી દ્રારા બંદી બનાવવામા આવે છે ત્યારે    છેલ્લા એક વષઁ થી બંદીવાન બનેલા કુલ 291 ભારતીય માછીમારો પૈકી આજે 144 જેટલા ભારતીય માછીમારો માદરે વતન વેરાવળ ફિશરીઝ કચેરીએ પહોંચ્યા હતાં  જયા ફિશરીઝ વિભાગના અધીકારી ઓ તથા માછીમાર સમાજ ના આગેવાનો દ્રારા તેમનુ ફુલહારથી ભાવભયુઁ સ્વાગત કરાયુ હતું તેમજ સવારથી જ કાગડોળે રાહ જોતો પરીવાર પણ જાણે તેમનો સ્નેહીજન તેમના વતન પરત આવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને હષઁના આસુનો દરીયો વહ્યો જોવા મળ્યો હતો.

આ 144 ભારતીય માછીમારો મા ગીર સોમનાથ જીલ્લા ના 117, દેવભૂમી દ્વારકા ના 8,  પોરબંદર ના 3, જામનગર 1, સૂરત  1, દીવના 10, યુપીના 3,  બિહારના 1 મળી કુલ 144 ભારતીય માછીમારો આજે વેરાવળ પહોંચ્યા હતાં તેમજ હજુ 146 જેટલા માછીમારો બીજા રાઉન્ડ મા 8–1–2018 ના રોજ ફરીથી આવશે ત્યારે વાત કરીએ તો હજુ 389 માછીમારો અને 1020 જેટલી બોટો પાકિસ્તાન મા કેદ છે જેમને છોડાવવા સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામા આવેલ છે.

જગદીશ ટંડેલ ફિવર અધિકારી એ જણાવેલ છે કે,પાકિસ્તાન સરકાર દ્વારા છોડવામા આવેલા 144 જેટલા ભારતીય માછીમારો ને ગુજરાત ફીશરીઝ વિભાગ દ્વારા વાઘા બોડઁ થી ટ્રેન મારફતે બરોડા અને બરોડાથી બસ મારફત તેઓને વેરાવળ ફિશરીઝ કચેરીએ લાવવામા આવ્યા છે અને જરુરી તપાસણી બાદ તેમના પરીવારજનો ને સોપવામા આવેલ છે અને સ્નેહીજનોને મળી માછીમારો ખૂબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ બીજા રાઉન્ડ મા 146 માછીમારો ને આજ રીતે લાવી તેમના પરીવારજનો ને સોપવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.