Abtak Media Google News

ખેતીમાં સબસીડી બાબતે ભારત સામે વિશ્ર્વ વ્યાપાર સંગઠનના અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલીયાનો વિરોધ

ભારત કૃષિ પ્રધાન દેશ છે… ખેત પેદાશોના વધુને વધુ ઉત્પાદન માટે સરકાર પ્રોત્સાહક યોજનાઓ ચલાવે છે. ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવે છે. જેના પરિણામે દેશના ગોડાઉનો અન્નથી છલકાઈ ગયા છે પરંતુ આ બાબત વિશ્ર્વ વેપાર સંગઠનને પચતી નથી. ઘણા સમયથી ભારતમાં ખેડૂતોને અપાતી સબસીડીનો વિશ્ર્વ વેપાર સંગઠન કરતું આવ્યું છે.  ભારતમાં ખેડૂતોને સબસીડી આપવાથી વૈશ્ર્વિક વેપાર માળખુ અસ્ત-વ્યસ્ત થઈ જાય તેવો દાવો ડબલ્યુટીઓ કરી રહ્યું છે. ભારતે આ મામલે કેટલીક દલીલો પણ કરી છે. વૈશ્ર્વિક બેલેન્સ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતમાં મોટા પ્રમાણમાં અન્નનુ ઉત્પાદન થાય છે. જો ભારતમાં એકદમ સસ્તા દરે અનાજ લોકો સુધી પહોંચે અથવા વિનામુલ્યે અપાય તો આંતરરાષ્ટ્રીય વેપારને અસર થઈ શકે છે. આવી જ રીતે ખેડૂતોને સબસીડી આપવાની બાબતે પણ ડબલ્યુટીઓ ભારત સામે વિરોધ કરતું આવ્યું છે.જો કે, વિશ્ર્વ વેપાર સંગઠન વાલા-દવલાની નીતિ અપનાવતું હોવાનું પણ ફલીત થાય છે. અમેરિકા, યુરોપીયન યુનિયન, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોમાં પણ ખેડૂતોને એક યા બીજી રીતે સબસીડી આપવામાં આવે છે. પરંતુ ભારતની સબસીડી પ્રત્યે જ તકલીફ પડે છે. કપાસ, તમાકુ સહિતની બાબતે વૈશ્ર્વિક વેપારમાં માળખુ અસ્ત-વ્યસ્ત થતું હોવાનું અમેરિકા, યુરોપ અને કેનેડાનું કહેવું છે. ખેતીમાં સબસીડી મામલે વિશ્ર્વ વ્યાપાર સંગઠનની ચંચુપાત ભારત સાખી લે તેમ નથી. દેશના દરેક ઘરમાં પુરતા પ્રમાણમાં અન્ન રહે તે માટે સરકાર કવાયત કરે છે. અન્ન દાતા બને છે. અત્યારે ગોડાઉનો અનાજથી છલકાય છે ત્યારે વૈશ્ર્વિક વ્યાપારના નામે ભારત સામે મુકેલી શરતો ફગાવી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.