Abtak Media Google News

ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને એક વર્ષ પુરું થવા જઈ રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા માંગતુ નથી અને નવા નવા ષડયંત્રો રચ્યા કરે  છે.  જોકે ભારતની જનતા એવું ઈચ્છે છે કે ભારતીય સેના આંતકીઓનો ખાતમો કરી નાખે. જે લોકોએ અત્યાર સુધી ભારતને કાળાં પાણીએ રડાવ્યા છે.  જેમાં તે 1993માં થયેલો મુંબઈ હુમલો હોય કે પછી ગત વર્ષે થયેલો ઉરીનો હુમલો હોય. ભારતના આ દુશ્મનો પાકિસ્તાનના ઈશારે કામ કરી રહયાં છે. ભારતના દુશ્મનોમાં દાઉદ, હાફીઝ સૈયદ અને મસૂદ અઝહરનું નામ પણ સામેલ છે.  માહિતી છે કે અત્યારે આ ત્રણેય પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે. જો ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે તો તાત્કાલિક જ  ભારતનાં બધા દુશ્મનોનો ખાતમો બોલાઈ જાય. ભારતનાં મુખ્ય ત્રણ દુશ્મનો 1) દાઉદ – હાલમાં દાઉદ પાકિસ્તાનના કરાંચીમાં આવેલા ક્લીફ્ટન વિસ્તારમાં રહે છે. – દાઉદે 1993માં મુંબઈમાં હુમલો કર્યો હતો. – ગત  23 વર્ષથી આ સિલસિલો ચાલુ છે. 2) હાફિઝ સૈયદ – હાફિઝ પણ પાકિસ્તાનમાં છે. – તે પાકિસ્તાનમાં જુદા-જુદા નામોથી દુકાન ચલાવી રહ્યો છે. જોકે સર્જિકલ સ્ટ્રાઈક બાદ સૈયદે પોતાના ઠેકાણાં બદલ્યા છે. તે પાકિસ્તાનમાં ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યો છે. 3) મસૂદ અઝહર – અઝહર પાકિસ્તાનથી આતંકવાદની દુકાન ચલાવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ તે પણ હવે નવી જગ્યાએ રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.