Abtak Media Google News

ચીને જે ઉત્પાદન ક્ષેત્રે કર્યું તે ભારત સુપર ઈન્ટેલિજન્સ ક્ષેત્રે કરશે; ભારત પાસે ચોથી ઔદ્યોગીક ક્રાંતીનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે: મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે ૨૧મી સદીની મધ્ય સુધીમાં આર્થિક વૃધ્ધિની રીતે ભારત ચીન કરતા આગળ વધી જશે અને ભારતની વૃધ્ધિ ચીન કરતા વધારે આકર્ષક હશે ત્રણસો વર્ષનાં પશ્ર્ચિમી દેશોના પ્રભુત્વ બાદ વિશ્ર્વની ધરી ફરીથી ભારત અને ચીન તરફ પાછી ફરશે. તે ભારત સુપર ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં કરશે અને ભારત પાસે ચોથી ઔદ્યોગીક ક્રાંતીનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે લીડરશીપ સમિટમાં ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના વકતવ્ય પછી તરત જ પોતાનું વકતવ્ય આપતા મુકેશ અંબાણીએ પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે ૧૩ વર્ષ પહેલા ભારતનું અર્થતંત્ર ૫૦૦ બિલિયન અમેરિકન ડોલર હતુ. અને મે ૨૦૦૪માં કહ્યું હતુ કે ભારતનું અર્થતંત્ર વીસ વર્ષમાં ૫ ટ્રિલિયન અમેરિકન ડોલર થશે.આજે તે ચોકકસ જણાઈ રહ્યું છે. અને ખરેખર તો આ લક્ષ્યાંક ૨૦૨૪ પહેલા જ પ્રાપ્ત થઈ જશે.

તેમણે જણાવ્યું હતુ કે આજે ભારતનો જીડીપી ૨.૫ ટ્રિલિયન અમેરિકન ડોલર છે. અને વિશ્ર્વમાં તેનું સ્થાન છઠ્ઠા નંબરનું છે. તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. કે ભારતના જીડીપીનું કદ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલિયન અમેરિકન ડોલરનો થઈ જશે.

આપણે નવા અને ઉભરતા ભારતને જો રહ્યા છીએઅને હું માનું છું કે આગામી ત્રણ દાયકા ભારતનું ભાવિ નકકી કરનારો સમય હશે. એમ તેમણે કહ્યું હતુ અંબાણીએ ઉર્મયું હતુ કે ૨૦૪૭માં ભારત સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણી કરશે. અને આજ સમયની આસપાસ ચીન પણ પ્રજાકીય ગણતંત્રની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરશે.

અંબાણીએ જણાવ્યું હતુ કે પ્રથમ ઔદ્યોગીક ક્રાંતીમાં ભૌતિક પ્રવૃત્તિઓનાં યાંત્રીકરણ માટે કોલસા અને વરાળનો ઉપયાગે થયો અને આર્થિક સત્તાની ધરી ભારત અને ચીન તરફથી યુરોપમાં ખસી. બીજી ઔદ્યોગિક ક્રાંતીમાં મોટાપાયે ઉત્પાદન અને વિતરણને યાંત્રિક બનાવવા માટે વિજળી અને ઓઈલનો ઉપયોગ થયો અને આર્થિક સત્તા યુરોપથી અમેરિકા તરફ સ્થળાંતર પામી લગભગ ૧૯૭૦માં શ‚ થયેલી ત્રીજી ઔદ્યોગિકક ક્રાંતીમાં ઉત્પાદકતા વધરવા, સ્વચાલન અને વધારે કસ્ટમાઈઝેશન માટે ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગથી અને તેનો સૌથી વધારે લાભ અમેરિકા અને તે પછી જાપાનને થયો.

નવા યુગની વધુ એક લાક્ષણીકતા એ હશે કે તેમાં આપણે અભાવગ્રસ્તતામાંથી વિપુલતા તરફ આગળ વધીશું ડિજીટલ યુગમાં જયારે તમે ડેટા કનેકિટિવિટી, કમ્પ્યુટીંગ, સોફટવેર, ઈન્ફોર્મેશન અને ઈન્ટેલિજન્સની તાકતનો સરવાળો કરો તો દરેક વસ્તુની કિંમત, પ્રદર્શનમાં ધરમૂળથી ફેરફાર થશે.

પૂન:પ્રાપ્ય ઉર્જા, લાઈફ સાયન્સ, રોબોટીકસ, ૩ડી પ્રિન્ટીંગ અને મશીન ઈન્ટેલિજન્સમાં જે હરણફાળ ભરી રહ્યા છીએ તે જોતા આપણે સાચા અર્થમાં ભવિષ્યની વિપૂલતાની શકયતાઓ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છીએ વિપુલ ઉર્જાવિપુલ આરોગ્ય વિપૂલ જ્ઞાન વિપુલ ખેત ઉત્પાદન વિપુલ ઉત્પાદન ક્ષમતા વિપુલ પૂન: પ્રાપ્ય મટીરીયલ.

ત્રીજુ લક્ષણ એ છે કે તેમાં ગૂડસ એન્ડ સર્વીસીસમાંથી ઈન્ટેલિજેન્ટ સર્વીસીસ આધારીત અર્થતંત્રમાં ગતિ થશે. આગામી વર્ષોમાં મશીન ઈન્ટેલિજન્સ બાયોલોજીકલ ઈન્ટેલિજન્સમાં વધારો કરીને તેને અનેક ગણું બનાવશે આપણે સુપર ઈન્ટેલિજન્સના યુગમાં છીએ ચીન માટે જે ઉત્પાદનનો યુગ હતો. તે ભારત માટે સુપર ઈન્ટેલિજન્સનો યુગ બનશે.

આપણી પાસે માત્ર આપણા અર્થતંત્રને ઝડપથી વધારવાની જ નહી પરંતુ બાકીના વિશ્ર્વને પણ ઈન્ટેલિજન્સ સેવાઓ આપવાની તક છે.

ટેકનોલોજી શ્રેષ્ઠ સમાનતા તક પૂરી પાડે છે. મારી દ્રઢ માન્યતા છવે કે ભારત ચોથી ઓઘોગિક ક્રાંતિમાં ભાગ લેશે એટલું જ નહી પરંતુ તેની પાસે નેતૃત્વ પુરુ પાડવાની પણ તક છે.

મારી દ્રઢ માન્યતા પાછળ ત્રણ કારણો છે ક એક… ભારત યુવાન દેશ છે. જેની ૬૩ ટકા વસ્તી ૩૫ વર્ષ કરતાં ઓછી ઉમર ધરાવે છે. આપણા યુવાનો ઝડપથી ટેકનોલોજી અપનાવી લે છે. તેમનામાં કૌશલ્ય છે. વિચારો છે અને સાહસિકતા છે. તેમનામાં મોટા સપના જોવાની હિંમત છે અને તેને સાકાર કરવાની ક્ષમતા પણ છે. તેઓ ભારતને વિશ્ર્વમાં પ્રથમ નંબરનું સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બનાવશે તે અંગે મને કોઇ જ શંકા નથી.

બીજું…. ભારતમાં ઐતિહાસિક રીતે જ માળખાકીય સુવિધાનો અભાવ છે તે હકીકતમાં વરદાન છે. ટેકનોલોજીનો વારસો નહી મળવાનો અર્થ એ છે કે આપણે ટેકનોલોજીનાં અનેક ક્રમિક સંસ્કરણોને ઉવેખીને સીધી અને નવી પેઢીની ટેકનોલોજી અપનાવી શકીએ છીએ.

ત્રીજું…. સૌથી મહત્વપૂર્ણ….. ભારતને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી બનાવવા આપણી પાસે રાજકીય દૂરદેશી નેતૃત્વ પ્રતિબઘ્ધતા અને ક્ષમતા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાનના ડિજીટલ ઇન્ડિયાનું વિઝનથી ભારતને ટેકનોલોજીમાં અગ્રણી બનાવવા માટે તમામ રાજકીય પક્ષોમાં સમાનતા આવી છે. સાથે મળીને આ ત્રણેય પરીબળોથી ભારત યોગ્ય રીતે નવા યુગમાં અગ્રણી બનશે.

આધારનુ ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે ૧.ર અબજ લોકોના જોડાણ સાથે આધાર વિશ્ર્વનું સૌથી મોટી અને સૌથી સોફિસ્ટીકેટેડ બાયોમેટીક સિસ્ટમ બની છે. ટુંકમાં ડેટા નવું ઓઇલ છે. ડેટા નવી સોઇલ (ધરતી) પણ છે. જિયોની અગ્રણીભૂમિકા સાથે ભારતમાં ૫૮,૦૦૦ કોલેજો ૭૦૦ કરતૉ વધો યુનિવસીટીઓ અને ૧૯ લાખ શાળાઓ ડીજીટલી જોડાઇ થશે. શિક્ષણ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે  વૃઘ્ધિની અનેક તકો રહેલી છે.

ભારતના ઉદયમાં ભાગીદાર બનવાનો રિલાયન્સને ગર્વ છે. તેવો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યુ કે નવા ભારતને સેવા પૂરી પાડવા રિલાયન્સના વૈશ્ર્વિક કક્ષાના ઉર્જા, ઇન્ફોર્મેશન અને ડિજીટલ સેવાઓના વ્યવસાયોમાં નિર્માણમાં હું ભાગીદાર બન્યો છુ. અને તે રીતે હું નસીબદાર છું. પાંચ વર્ષ પહેલા જયારે મોટાભાગના ભારતીય વ્યવસાયો ભારતની બહાર રોકાણ કરતા હતા. અમેભારતમાં ૬૦ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવાનું નકકી કર્યુ.

અમે આ રોકાણ ચક લગભગ પૂર્ણ કરી દીધું છે અને નવા રોકાણ ચક્રમાં નવા પ્રતિબઘ્ધતા માટે તૈયાર છીએ. અમે અમારું રોકાણ એવી દ્રઢ માનયતાને કારણે કરી રહ્યા છીએ કે વિશ્ર્વમાં રોકાણની સૌથી મોટી તક ભારતમાં છે.

શ્રી અંબાણીએ તેમ પણ જણાવ્યું કે ૩૦ વર્ષ પછી ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવણી આ ત્રીસ વર્ષમાં આપણે આજના ૨.૫ ટ્રિલિયન અર્થતંત્રથી વૃઘ્ધિ પામીને ર૧મી સદીમાં વિશ્ર્વના સૌથી સમૃઘ્ધ દેશ બનવાનું આકાંક્ષા સેવી શકીએ અને આકાંક્ષા સેવવી જ જોઇએ. હવેથી ભારતીયની દરેક નવી પેઢી અગાઉની પેઢી કરતાં સારુ જીવન જીવશે તેવી આગાહી કરી શકું છું.

ઇન્ટરનેટ ઓફ ઇન્ટેલિજન્સ જે નવી પેઢીની સ્માર્ટ સેવાઓની શકિત પૂરી પાડશે. ઇન્ટરનેટ એનર્જી…. સ્માર્ટ સેન્સર સ્માર્ટ ગ્રીડ અને વિતરણથી આપણા દેશની ઊર્જા સુરક્ષા  માટેનો પાયો તૈયારી કરશે અને ઇન્ટરનેટ ઓફ ટ્રસ્ટ વચેરીયા સિવાય સોદા અને કોન્ટ્રાકટસનું માળખું તૈયાર કરે તેમજ ઇન્ટરનેટ ઓફ એપથી જીવન ટકાવી રાખનારા માનવ અને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યોનું સાયુજય સાધે અમ આપણે સૌ સાથે મળીને ભારતના ઉદયને વાસ્વવિકતા બનાવવા કામ કરીએ અને તે ચક્ર પાછું ન ફરે તેવું બનાવીને અને તે અટકી નહી તેવું પણ બનાવીએ તેમ તેમણે આહ્વાન કર્યૂ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.