Abtak Media Google News

૧૪૭ એકરમાં બનશે મલ્ટીલેવલ ઈન્ડસ્ટ્રીયલ હબ: જેમાં એન્જીનિયરીંગ સેકટરમાં નોકરીની ભારે તક

ભારત મેન્યુફેકચરીંગ, ડિજિટાઈઝેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા અનેક ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી ચૂકયુ છે ત્યારે ભારતની રાજધાની દિલ્હીમાં બેરોજગારો માટે નવી નોકરીની તકોનું સર્જન કરાશે. દિલ્હીના રાનખેડા વિસ્તારમાં ૧૪૭ એકરમાં મલ્ટીલેવલ મેન્યુફેકચરીંગ હબનું પ્રોજેકટ બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ડાયરેકટર અ‚ણ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમણે ઈન્ડસ્ટ્રીયલ હબને આધુનિક બનાવવા એડવાઈઝરની નિયુકતી માટે જાહેરાતો પણ આપી દીધી છે. જેનું એમસીડીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેનું લેઆઉટ પ્લાન રાખવામાં આવશે આ સહિત તેઓ એક કોન્ફરન્સની પણ યોજના ધરાવે છે.

આ મહિનાના અંત સુધીમાં તેઓ ટ્રાન્ઝેકશનલ એડવાઈઝરની નિયુકતી કરી લેશે જે તેના મોડલ પર કામ કરવાની સાથો સાથ આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ પણ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે પ્રોજેકટનો લક્ષ્ય વધારીને ૧૦,૦૦૦ કરોડ કરી દીધો છે. પ્રોજેકટના ચીફ એન્જીનીયર ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાલ એફએઆરમાં ૨ લાખ નોકરીઓનું નવસર્જન થશે. હાલ એફએઆર વધવાને કારણે પ્રોજેકટની વર્ટિકલ ગ્રોથ વધારવાની સંભાવનાઓ શોધી રહ્યા છે અને ઓરિજનલ પ્લાનમાં પણ ફેરફારો થઈ શકે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એમસીડીની સ્ક્રીનીંગ, સમિટીએ આ પ્રોજેકટને સ્વિકૃતિ આપી દીધી છે. આ પ્રોજેકટ ઈન્ડસ્ટ્રીયલ જગતમાં સૌથી અલગ અને ખાસ કોમ્પ્લેકસ હશે. જેમાં હજારોની સંખ્યામાં હાઈટેક અને સર્વિસ બેસ ઈન્ડસ્ટ્રીસ હશે. ખાસ વાત કરવામાં આવે તો તેમાં ઈલેકટ્રોનિક કંપોનેટ મેન્યુફેકચરીંગ, સિસ્ટમ ડિઝાઈનિંગ, ટેસ્ટિંગ તેમજ બાયોટેકનોલોજીની પેઢીઓને સ્થાન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે તેમાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે.

જેના પરિસરમાં જ રેજિડેંશલ યુનિટ પણ સ્થપાશે. જેનાથી વોક ટુ વર્કના કોન્સેપ્ટને પુરો ન્યાય મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.