Abtak Media Google News

યુએનમાં ભારતનો દબદબો: ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં પણ સભ્ય પદ માટે માર્ગ મોકળો

ભારત યુએન એટલે કે સંયુકત રાષ્ટ્રસંઘમાં કૂટનીતિમાં વધુ એક જીત તરફ ડગ માંડી રહ્યો છે. એકંદરે, યુએનમાં ભારતનો દબદબો છે. ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં પણ સભ્યપદ મેળવવા માટે ભારતનો માર્ગ મોકળો થઈ ગયો છે.

શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીએ યુએનમાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનમાં સભ્ય પદ મેળવવા માટે અન્ય દેશોનું સમર્થન મેળવવા ચાલુ અઠવાડિયે લંડન (યુ.કે)ની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. જયાં તેઓ યુએનના પ્રતિનિધિઓ, બ્રિટિશ નેતાઓ, બિન નિવાસી ભારતીય (એનઆરઆઈ) આગેવાનો કોર્પોરેટ જગતના ટોચન લોકો દાનવીરો વિગેરે સાથે અલગ અલગ મીટિંગો કરશે.

લંડન ને ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનનું હેડ કવાટર છે. ભારત આઈએમઓ કાઉન્સીલનું છેક ૧૯૫૯થી સભ્ય છે. જેમાં ૧૯૮૩-૮૪ અપવાદ‚પ છે. ૧૯૭૪થી ૧૯૮૯ સુધી ભારતીય નાગરીક ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન કાઉન્સિલના સેક્રેટરી જનરલ રહ્યા હતા.

અત્યારે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન કાઉન્સીલનાં સભ્ય પદ માટે હરીફ દેશો આર્જેન્ટિના, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ સ્પેન, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, યુએઈ વિગેરે પણ દાવો કરી રહ્યા છે.

ભારત અત્યારે આઈએમઓની ‘બી’ કેટેગરીમાં સભ્ય છે. ટૂંકમાં ભારતનો સંયુકત રાષ્ટ્રસંઘમાં દબદબો હતો. છે અને રહેશે.

ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈજેશન કાઉન્સિલમાં પણ સભ્ય પદ માટે માર્ગ મોકળો થઈ રહ્યો છે. કમેકે ભારત યુ એનમાં કૂટનીતિની વધુ એક જીત તરફ જઈ રહ્યું છે. મંત્રી નીતિન ગઢકરી પૂરી તૈયારી અને પ્રતિનિધિમંડળમાં આલા દરજજાના ઓફીસરો સાથે લંડન જઈ રહ્યા છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ પર ભારતે આતંક ફેલાવતા દેશો વિ‚ધ્ધ સંયુકત રાષ્ટ્રસંઘ કૂટ નીતિ કરીને જીત હાંસલ કરી હતી ત્યારે ભારતની ચોમેર વાહવાહ થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.