Abtak Media Google News

સૈન્ય ખર્ચ મામલે ભારત વિશ્વના ટોપ 5 દેશોમાં સામેલ થઇ ગયો છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપ્રી)એ બુધવારે સૈન્ય મામલે સૌથી વધુ ખર્ચ કરતા દેશોની એક લિસ્ટ તૈયાર કરી છે. તેમાં ફ્રાન્સના સ્થાને ભારતને પાંચમાં નંબર પર રાખવામાં આવ્યું છે. જેથી હવે ભારત પણ એક મહાસતા તરફ આગળ વધી રહ્યું છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે રશિયાએ સૈન્ય ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કર્યો હતો વળી ખર્ચ ઘટાડવાના મામલે રશિયા સૌથી આગળ રહ્યું છે રશિયાએ 2016માં ખર્ચ કરેલી રકમની સરખામણીએ 2017માં 20 ટકા ઓછો સૈન્ય ખર્ચ કર્યો. ગયા વર્ષે રશિયાનો કુલ સૈન્ય ખર્ચ 66.3 બિલિયન ડોલર્સ (અંદાજિત 4 લાખ 40 હજાર કરોડ રૂપિયા) સુધી સીમિત કરી દીધો છે.

Indian Army
indian army

 

રિપોર્ટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ ચીન, ભારત અને સાઉદી અરેબિયા જેવા દેશ સતત પોતાના સૈન્ય ખર્ચમાં વધારો કરી રહ્યા છે. ગયા વર્ષે ચીને પોતાનો સૈન્ય ખર્ચ 5.6 ટકા (અંદાજિત 80 હજાર કરોડ રૂપિયા) સુધી વધાર્યો છે. 2017માં ચીનનો કુલ સૈન્ય ખર્ચ 15 લાખ 19 હજાર કરોડ રહ્યો.

સૈન્ય ખર્ચમાં ફ્રાન્સથી આગળ ભારત, પરંતુ ચીનથી 3.6 ટકા ઓછું

ભારતે પણ ગયા વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ 5.5 ટકા સુધી વધાર્યો છે. ભારતે 2017માં 63.9 બિલિયન ડોલર્સ (અંદાજિત 4 લાખ 26 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કર્યા.- જો કે, ભારતનો કુલ સૈન્ય ખર્ચ ચીનની સરખામણીએ 3.6 ગણો ઓછો છે. 2017માં ચીનનો ખર્ચ 15 લાખ 19 હજાર કરોડ રહ્યો. વળી, ભારતે પોતાનું બજેટ 4 લાખ 26 હજાર કરોડ રૂપિયા રાખ્યું હતું

આ રિપોર્ટ મુજબ જોઈએ તો ચીનથી ત્રણ ગણું છે અમેરિકાનું સૈન્ય ખર્ચ

સદરહુ  રિપોર્ટ અનુસાર, 2017માં અમેરિકાએ પોતાની મિલિટરી પાછળ 610 બિલિયન ડોલર્સ (40 લાખ 65 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. આ આંકડો ટોપ 5 દેશઓના કુલ સૈન્ય ખર્ચથી પણ વધારે છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર ઓડે ફ્લયૂરાંટ અનુસાર, 2010થી જ અમેરિકાએ પોતાના સૈન્ય ખર્ચમાં ઘટાડો કર્યો હતો, પરંતુ 2017માં એકવાર ફરીથી તેઓ આ સ્તરે પહોંચ્યા હતા.

Arjun Tank 23

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસમાં રિસર્ચ ફેલો લક્ષ્મણ કુમાર તરફથી જણાવ્યું કે, ભારતમાં સૈન્ય ખર્ચનો મોટો ભાગ સૈન્ય કર્મીઓની જરૂરિયાતોને પુરો કરવામાં જ જતો રહે છે. તેથી નવા અને આધુનિક સામાન ખરીદવા માટે સેનાની પાસે વધારે ફંડ નથી. બચતું  ભારતમાં સૈન્ય ખર્ચમાં વધારા છતાં સેનાને આધુનિક હથિયાર મળી શકતા નથી. તેના બદલે બજેટનો મોટાંભાગનો હિસ્સો સૈન્યકર્મીઓના પગાર અને પેન્શનમાં જ ખર્ચ થઇ જાય છે.  ભારતીય સેનામાં અંદાજિત 14 લાખ સૈન્યકર્મી કામ કરી રહ્યા છે. આ સિવાય અંદાજિત 20 લાખ રિટાયર્ડ સૈન્યકર્મીઓની જરૂરિયાત પણ આ સૈન્ય ખર્ચમાં જ પુરી થઇ જાય છે.  એક બીજા સવે મુજબ લગભગ ૬૩ % હિસ્સો પગાર અને કર્મચારીના પેન્સેન પર ખર્ચેઈ જાય છે અને સેના ને આધુનિક હથિયારો ખરીદવા માટે નું ફડ ઓછું પડે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.